પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દાહોદના લક્ષ્મીબેન પરમારે નવા વર્ષનો પ્રારંભ નવા ઘરમાં કર્યો

દાહોદના દેલસર ગામના લક્ષ્મીબેન ઉમેશભાઈ પરમાર આ નૂતન વર્ષ તેમના નવા ઘરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા તેઓ પોતાનું નવું ઘર બનાવી શક્યા શક્યા છે. નવું વર્ષ તેઓ તેમના નવા ઘરમાં મનાવી શક્યા એ માટે તેઓ સરકારનો આભાર માને છે. લક્ષ્મીબેન જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અમારું પાકું ઘર બનાવવાની વર્ષોની ઈચ્છા પુરી થઈ છે. સરકારની આ યોજનાનો લાભ ન મળ્યો હોત તો પાકું મકાન બનાવવું એ અમારા જેવા ગરીબ માણસ માટે ઘણું મુશ્કેલ કામ હતું.