માર્ચ એન્ડિંગના વેકેશન બાદ ડીસા માર્કેટયાર્ડ ફરી રાબેતા મુજબ ધમધમતું થયું છે. ત્યારે માર્કેટયાર્ડમાં આવેલા તમાકુ શેડમાં આ સીઝનની તમાકુની પ્રથમ હરાજી શરૂ થઈ હતી.જોકે, ગત વર્ષે ખેડૂતોને પ્રતિમણ તમાકુના 1400થી 1500 રૂપિયાનો સરેરાશ ભાવ મળ્યો હતો.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ત્યારે આ વખતે હરાજીની શરૂઆતના પ્રથમ દિવસે માત્ર રૂ. 700 પ્રતિમણના ભાવથી શરૂ થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો અને હરાજી અટકાવી દીધી હતી. ત્યારબાદ ખેડૂતોનું મોટું ટોળું ડીસા માર્કેટયાર્ડ કચેરીનો ઘેરાવ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

ખેડૂત આગેવાન દિનેશભાઇ ચૌધરી અને અમરતભાઇએ જણાવ્યું હતું કે, આ વર્ષે વારંવાર માવઠા અને કમોસમી વરસાદના કારણે તમાકુનો પાક મોટાભાગે નષ્ટ થયો છે.

અમુક ખેડૂતોએ માંડ માંડ બચાવીને તમાકુ માર્કેટયાર્ડ ભેગી કરી છે. ત્યારે વેપારીઓએ ખેડૂતોનું શોષણ કરવાનું મન બનાવી લીધું હોય તેમ માત્ર રૂ. 700થી હરાજી શરૂ કરી છે. રૂ. 700માં અત્યારે એક જોડી કપડાં પણ આવતા નથી. આ વર્ષે વારંવાર હવામાન પલટાતા તમાકુનો પાક ઉછેરતા ઉછેરતા ખેડૂતોને આંખે અંધારા આવી ગયા હતા. તેમજ ખૂબ જ મોટો ખર્ચ થયો છે.

ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ સરકારે આપવા જોઈએ તેવી માગ કરી ખેડૂતોએ સરકાર વિરોધી પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.આ દરમિયાન ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન. જોષીએ ખેડૂતોને રૂ. 1,000ના ભાવથી હરાજીની શરૂઆત કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ હરાજીનું કામ પુન: શરૂ થયું હતું.