એપ્રિલ મહિનામાં ધોરણ ૧ થી ૮ ના બાળકોની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે શાળામાં ભણતા ધોરણ આઠના બાળકોનો વિદાય કાર્યક્રમ તેમજ વાર્ષિક ઉત્સવ યોજવામાં આવતો હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના

દિયોદર પે.કેન્દ્ર શાળા નંબર ૨ ના આચાર્યશ્રી ભદ્રસિંહ.એ.રાઠોડ દ્વારા ધોરણ આઠ નો વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે આશીર્વાદ માટે રઘુભાઈ શાસ્ત્રી સુરાણા વાળા તેમજ અધ્યક્ષ તરીકે સી આર.સી તેમજ દિયોદર પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના મંત્રી શ્રી કરસનભાઈ પઢાર તેમજ એસ.એમ.સી સભ્ય વાઘાભાઈ દેસાઈ તેમજ ખાસ મહેમાન અશોકભાઈ પટેલ તેમજ આ શાળાના જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક અને સેવાભાવી જામાભાઈ પટેલ તેમજ આ શાળાના ના શિક્ષક અને શૈક્ષિક સંઘના મંત્રીશ્રી કનુભાઈ જોષી, પ્રવીણભાઈ ગેલોત,અજયભાઈ ગજ્જર, જગદીશભાઈ રાઠોડ, જગદીશભાઈ મોચી, અશ્વિનભાઈ ચૌધરી,કલ્પેશભાઈ મોદી કામગીરીબેન મકવાણા, ગોપાલભાઈ ડાભી, પ્રવિણાબેન ઠક્કર ઉપસ્થિત રહી સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના પ્રતિભાવો તેમજ પોતાના મૂલ્ય શિક્ષણના કૌશલ્યો તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું તમામ સંચાલન જામાભાઈ પટેલે કર્યું કર્યું હતું.તેમજ બાળકો ને ખૂબ સુંદર હર્ષ પર વિદાય આપવામાં આવી હતી અને છેલ્લે તમામ વિદ્યાર્થીઓ ને શાળા દ્વારા નાસ્તો આપવામાં આવ્યો હતો...