આજથી દાહોદમાં આનંદ મેળો 2022 ની શરૂઆત થઈ ચૂકી છે આ મેળામાં ખાણી પીણી ની ચીઝ વસ્તુઓ ની સાથે રમત ગમત અને નાના બાળકો માટે રાઈટ્સ નું પણ આયોજન કરવામાં આવ્યું છે
રિપોર્ટ -રાજ કાપડિયા--દાહોદ
9879106469
અને મહિલાઓ અને પુરુષો માટે મનોરંજનનું ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે ઘર વપરાશ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું પણ સમાવેશ થાય છે આ મેળો ચાર દિવસ નું રહેવાનું છે જેમાં 22, 23,24, અને 25 ડિસેમ્બર સુધી મેળો રહેવાનો છે આ મેળામાં દાહોદ વાસીઓ અને આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મુલાકાત લેવા માટે આવતા હોય છે ત્યારે આવા સમયે અસામાજિક તત્વો લોકોની વચ્ચે આવી ગૈર-વર્તન અને છેડતી કરતા હોય છે સાથોસાથ લોકોના વચૈ આવી ચોરી જેવા કાવતરા પણ કરતા હોય છે પણ સી-ટીમ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આવા અસામાજિક તત્વોને ધ્યાનમાં રાખી સી ટીમ ની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મહિલાઓ સહિત આવા અસામાજિક તત્વો પર બાજ નજર રહેશે કોઈ અઈચ્છનીય બનાવ ના બને માટે સી ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવશે અને આવા સમયે જો કોઈ અસામાજિક તત્વો દ્વારા ગેરવર્તન કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેના પર સી-ટીમ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન (SHE TEAM DAHOD TOWN A DIVISION POLICE STATION) દ્વારા કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે