ઉર્જા બચાવો અને ઈંધણ બચાવોના નારા સાથે સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ તેમજ સરકારી શિક્ષણ મહાવિદ્યાલય કાછલ ખાતે G20ના ઉપક્રમે સાયકલ રેલી અને 100મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય ડો.હેતલ એસ.ટંડેલે પર્યાવરણ બચાવવા માટે ઈંધણની જરૂરિયાત પુરતો જ ઉપયોગ કરવો તેમ જણાવી સાયકલ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કોલેજના પ્રાધ્યાપક ડો. પદ્માબેન તડવીએ સાયકલ રેલીના સંદર્ભેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા મહુવાના ભૂતપૂર્વ સરપંચ શ્રી નરેનભાઈ ચૌધરી પણ આ રેલીમાં જોડાયા હતા ડો.ગુંજનભાઈ શાહે 100મીટર દોડના સંદર્ભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને જોડાયા પણ હતા સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન ડો.રાકેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું