મુસ્લિમ એકતા મંચના કાર્યકરોએ શહેરો અને ગ્રામ્ય

વિસ્તારમાં યાત્રા કરવાનો નિર્ણય કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ

બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં નાના મોટા સમાજ તરફથી

ટિકિટની માગણીઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ

મુસ્લિમ એકતા મંચ દ્વારા પણ આગામી વિધાનસભા

ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો મુસ્લિમ સમાજને યોગ્ય

પ્રતિનિધિત્વ આપે તેવી માગ કરવામાં આવી છે.

મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણે કહ્યું હતું

કે, ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી 10 ટકા છે. એટલે કે 50

લાખ જેટલી વસતી છે. તેની સામે વિધાનસભામાં જૂજ

મુસ્લિમ ઉમેદવારો જ ચૂંટાઈને આવે છે. ત્યારે આગામી

વિધાનસભા ચૂંટણીમાં તમામ મુખ્ય રાજ્કીય પક્ષો મુસ્લિમ

સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ કરવા માટે ટિકિટની ફાળવણી

કરવા માગ કરી છે.  ગુજરાતના મુસ્લિમ સમાજે પોતાની સક્ષમતા અને તાકાત

દર્શાવી અન્ય સમાજોને સાથે રાખી પોતાનું પ્રતિનિધિત્વ

વિધાનસભામાં કેમ વધારવુ તે બાબતે એક ખાસ રણનીતિ

પર કામ કરવા મુસ્લિમ એકતા મંચ દ્વારા અગામી સમયમાં

ખાસ કાર્ય યોજના અંતરગત કામ કરવાનું નકકી કર્યુ છે.

જેના ભાગરૂપે અગામી 17 સપ્ટેમ્બરથી ચૂંટણીના દિવસ

સુધી ઈમ્તિયાઝ પઠાણ સહિત મુસ્લિમ એકતા મંચના

કાર્યકરો ગુજરાતના શહેરો - ગામડાઓનો સતત પ્રવાસ કરી

ને ચોકકસ દીશામાં માહોલ બનાવશે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ