સંતરામપુર એસ.ટી.ડેપો ખાતે ખેડા જિલ્લાની બસ સંતરામપુર ડેપો ખાતે રોકી દેતા મુસાફરોએ ભારે વિરોધ દર્શાવ્યો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સંતરામપુર શહેર માં આવેલ સંતરામપુર એસ.ટી.ડેપો ખાતે 18 ઓગષ્ટ ગુરૂવાર ના આજ રોજ વ્હેલી સવારે ખેડા જિલ્લાની સરકારી એસ.ટી.બસ સંતરામપુર ડેપો દ્વારા રોકી દેવામાં આવતા મુસાફરોએ મોટી સંખ્યામાં ભારે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સ્થાનિક પબ્લિક તેમજ બસ માં બેઠેલા મુસાફરો દ્વારા મળતી માહિતી મુજબ આજ રોજ ખેડા જિલ્લાની એસ.ટી.બસ ફતેપુરા થી અમદાવાદ જવા માટે નીકળી હતી. અને સંતરામપુર ડેપોમાં સવારે 6 વાગેના સુમારે આવતા ડેપો કન્ટ્રોલર દ્વારા તે બસના કંડકટરને બોલાવી તેની પાસેથી ટિકિટ કાપવાનું મશીન દાદાગીરી કરી જપ્ત કરી દેતા કંડકટર ભાઇ એ પુછીયું કે કેમ લઈ દીધેલ છે અમે લેટ થઇ રહ્યાં છે. તો કન્ટ્રોલર એ ફરજ પરના કંડકટર રાઠોડ મહેંન્દ્રસિંહ ભાઈને જણાવ્યુ હતું કે અમારા ડેપો મેનેજર ના આર્દેશ મુજબ તમારી ફતેપુરા અમદાવાદ બસ અવે આગળ નહીં જાય કારણ કે તમારા ડેપોની બસ તમારી બસ અમારાથી આગળ ચાલે છે અમને બહુજ નરે છે તેવું જણાવ્યું હતું. અને બસમાં બેઠેલા અંદાજે 15 થી 20 મુસાફરો અટકાયા હતા. જેથી ફરજ પરના કંડકટર રાઠોડ મહેન્દ્રસિંહ અને બસ માં બેઠેલા 1જાગૃત નાગરિક ઈલ્યાસભાઇ ભાભોર તેવો બહારના હોય જેથી તેવો એ સંતરામપુર સ્થાનિક ડેપો મેનેજર અને ઉચ્ચ અધિકારી ડી.સી.સાહેબ તેમજ એમ.ડી. ને આ બનાવ બાબતે જાણ કરી હતી. પરંતુ તેવો દ્વારા તેમને સમસ્યા નું નિરાકરણ ન મળતા તેવોએ સંતરામપુર ડેપોનો વહીવટ નબરો હોઈ જેથી ત્રાસી જઈ છેવટે સંતરામપુર મીડિયા નો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી મદદ લીધી હતી અને મીડિયા સમક્ષ પોતાની વેદના આપી જનાવ્યું હતું કે આ સંતરામપુર એસ.ટી.ડેપો મેનેજરની દાદાગીરી કેવાય આ ડેપો મેનેજર પોતાની મનસ્વી દાદાગીરી કરી રહ્યા છે આ બધું વિઆયજ બી ન કહેવાય અમરા ડેપો માં કે બીજા ડેપોમાં તો આવું નથી ચાલતું આતો પોતાનો નિયમ બનાવી રહ્યો છે આજે અમે ખોટા હેરાન થયા કાલે બીજા થશે તેવું કહી જણાવ્યું હતું . અને મીડિયા ની મદદ લેતા ત્યારબાદ નિરાકરણ આવતા બસ ને 1 કલાક લેટ બાદ જવા દેવામાં આવેલ હતી.