ડીસા તાલુકાના આખોલ ગામમાં રહેતાં રોહીતસિંહ રાઠોડ અને શિહોરી તાલુકાના બુકોલી ગામમાં રહેતાં રાહુલ ઠાકોર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે.તેમજ ગત રાત્રે 11 વાગ્યે આ બંને સમશેરપુરા ગામે વડલા પાસે ઉભા હતા.

તે સમયે બંને વચ્ચે રસ્તા બાબતે બોલાચાલી થઇ હતી અને બાદમાં ઉશ્કેરાઇ જતાં ટોમી વડે હુમલો કરી ગડદા પાટુ મારી સામસામે મારામારી થઇ હતી. તેમજ રીક્ષામાં પણ તોડફોડ કરી હતી.

આ બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને મારામારી કરતાં બંને પક્ષના લોકોને છોડાવ્યા હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તો ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા.

જ્યાં સામસામે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.