પુરાણ પ્રસિદ્ધ બ્રહ્માણી : બાણ માતાજી માતાજીના પાટ સ્થાન ચિત્તોડગઢના કિલ્લા પર માતાજીની મહિમા અને પરચાનો પ્રચાર-પ્રસાર કરવાના ઉમદા આશયથી ચૈત્ર સુદ ચોથને શનિવાર તા. 25/03/2023 ના રોજ શ્રી શ્રી 1008 પ.પૂ. અવધેશ ચૈતન્ય બ્રહ્મચારીજી મહારાજ(સૂરજકુંડ)ના પાવન સાન્નિધ્યમાં અને મહારાજકુમાર લક્ષ્યરાજસિંહજી મેવાડની પ્રેરક ઉપસ્થિતિમાં ફતેહપ્રકાશ મહેલ પ્રાંગણમાં વિરાટ ભજન સંધ્યા યોજાશે જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર છોટૂસિંહ રાવણા એન્ડ પાર્ટી સુંદરતમ ભજનો પ્રસ્તુત કરશે.

શ્રી બાણમાતાજી સેવા સંસ્થાન દ્વારા સંપૂર્ણ નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ચા-પાણી, દૂધ, ફળ, અલ્પાહાર અને ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરાઇ છે.