પીડિત મહિલા ને તેમના પતિ દારૂ પીને આવીને મારપીટ કરેલ છે તેવું તેમના ભાઈએ જણાવેલ અને 181 વાનની મદદ માંગેલ
ત્યારબાદ સ્થળ ઉપર પહોંચી બેનનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના લગ્નના આશરે 10 થી 12 વર્ષ થયા છે તેમના બે બાળકો છે તેમના પતિ કડિયા કામ અને મજૂરી કરે છે પરંતુ ઘરમાં એક પણ રૂપિયો આપતા નથી જે પણ પૈસા મજૂરી કરીને લાવે છે તે રોજ દારૂ પીવામાં ખર્ચી નાખે છે અને ઘરે આવીને રોજ ઝઘડા કરે છે અને શારીરિક માંગો ના લીધે ઝઘડા કરે છે અને જો બેન ના પાડે તો તેમની સાથે મારપીટ કરે છે અને હાથમાં જે આવે એ મારી દે છે લગ્ન પછીનું આવું જ ચાલે છે તેવું બેન જણાવતા હતા પરંતુ તેમના બે બાળકો હોવાના કારણે બેન જણાવતા હતા કે મારા બે બાળકોના લીધે હું આ બધું સહન કરું છું હું મારા બાળકોને મૂકીને જવા માંગતી નથી તેઓ જણાવતા હતા કે કાલે સાંજે પણ દારૂ પીને આવીને મારપીટ કરેલ અને આજે દિવસમાં પણ તેઓ દારૂ પીને આવ્યા અને તેમની સાથે તેમના બે મિત્રો પણ આવેલ હતા અને દિવસે પીધેલી હાલતમાં આવીને બેન સાથે ગેરવર્તન કર્યું અને તેમના બે મિત્રો સાથે હતા અને બાળકો પણ ત્યાં હાજર હતા તે છતાં તેમના સાંભળતા તેમને અપશબ્દો બોલી અને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી બેન જણાવતા હતા કે તેમનાં સાસુ પણ આ બધું સાંભળતાં હતા અને જ્યારે બેને આ વસ્તુની ના પાડી ત્યારે તેમના પતિએ તેમના મોં પર લાત મારી અને તેમની સાથે મારપીટ કરેલ બેન ખૂબ જ રડી રહ્યા હતા તેમને આશ્વાસન આપ્યું તેમને જણાવેલ કે રડશો નહીં તમારી મદદ માટે જ અમે અહીંયા આવ્યા છીએ તેમને કાયદાકીય તેમજ પોલીસ સ્ટેશન વિશે માહિતી આપી તેમને તેમ પણ જણાવેલ કે ફરીથી જરૂર પડે તો પણ તમે 181 વાન બોલાવી શકો છો ત્યારબાદ બેન જણાવતા હતા કે ઘણીવાર તેમના ગામના વડીલો ભેગા કરીને વાત કરી છે પરંતુ તેમના પતિ સુધરતા જ નથી ત્યારબાદ બેનના પતિ સાથે વાતચીત કરી અને તેમને સમજાવેલ કે બેન સાથે આ રીતે ગેરવર્તન ન કરવું તેમની સાથે મારપીટ પણ ન કરવી તે બેનના માતા અને ભાઈ પણ ત્યાં હાજર હતા તેમની સાથે પણ વાતચીત કરી તેમના સાસુ સાથે પણ વાતચીત કરી અને તેમને સમજાવેલ અને તેમને પણ તેમના છોકરાને સમજાવવા માટે કહેલ પીડિતા બેન આગળ કાર્યવાહી કરવાનું જણાવતા હોવાથી તેમને પોલીસ સ્ટેશનમાં હેન્ડોવર કરી અને અરજી અપાવેલ છે