ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતા અને માછીમારી સાથે દરિયાને લગતી કામગીરીની મજુરી કરતાં બે શ્રમજીવીઓ હોડી લઈને કામ સબબ ભરૂચ ગયાં હતાં જયાં કામ પૂર્ણ કરી પરત સરતાનપર આવી રહ્યાં હતાં તે વેળાએ ગત સોમવારે રાત્રે અલંગ સામે મધદરિયે પહોંચતાં ખરાબ હવામાન ને પગલે હોડી બંધ થઈ જતાં દરિયામાં ઉઠેલ વાવાઝોડા જેવા પવનમાં આ હોડી ઉંધી વળી જતાં બંને સાગર ખેડુઓ દરિયામાં ગુમ થયા છે

                  બે દિવસ પૂર્વ ભરૂચથી નીકળ્યા બાદ ગઇકાલ સાંજે પરિવાર જનો સાથે થઈ હતી હાથબ નજીક થી એક બોટ મળી આવી.તળાજા તાલુકામાં સરતાનપર બંદર ગામના બે માછીમારો દરિયામાં લાપતા બન્યા છે.આ બંને ભરૂચ થી હોડી લઈને નીકળ્યા હતા.ઘોઘા નજીક થી એક હોડી મળી છે.જોકે એ હોડી આ બંને માછીમારો લઈને નીકળ્યા છે એજ છેકે કેમ તેની અલંગ મરીન તપાસ કરી રહી છે.ખંભાત ના અખાત વિસ્તારમાં આવતા મરીન પોલીસ થાણા ઓમા લાપતા બનેલ ની વિગતો મોકલી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

            અલંગ મરીન પો.ઇ આનંદ ડામોર પાસેથી મળતી વિગતો મુજબ સરતાનપર બંદર ગામના મુકેશભાઈ મનુભાઈ બારૈયા,ડાયાભાઈ ઝવેરભાઇભાઈ બારૈયા બંને દરિયાઈ ખેડુ છે.ભરૂચની બોટમાં નોકરી કરે છે.બોટ ભરૂચના માલિકની છે.તેઓ બંને હોડી લઈને સરતાનપર આવવા નીકળ્યા હતા.ગઇકાલે રાત્રે તેઓએ પોતાના પરિવાર સાથે વાત કર્યા બાદ સંપર્ક ન થતાં અલંગ મરીન પોલીસ સહિતના તંત્રને જાણ થઈ હતી.જેને પગલે હોડી અને લાપતા બનેલ બંનેની દરિયા અને દરિયા કિનારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

       જેમાં એક હોડી હાથબ-નિષ્કલંક નજીક થી મળી આવી છે.એ હોડી આ લાપતા બન્યા તેની હોવાની વાત વહેતી થતાં તે અંગે પો.ઇ ડામોર એ ઉમેર્યું હતુંકે મળેલ એ હોડી બાબતે તપાસ ચાલી રહી છે.જે સ્થળે હોડી મળી આવી છે ત્યાં રૂબરૂ જઈ ને સ્થળ તપાસ અને તેના નંબર સહિતની વસ્તુઓ ચેક કરવામાં આવશે.જે વ્યક્તિ ગુમ થયા છે તે અંગે ખંભાતના અખાતને લગતા તમામ મરીન પોલીસ મથકને જાણ કરવામાં આવી છે.