મહુવા તાલુકાના આમચક ગામે છેલ્લા ઘણા દિવસથી દીપડા દેખાવાની તેમજ મરઘાં અને કૂતરાનો શિકાર કરવાની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ખેતરમાં દીપડો બિન્દાસ્ત ફરતો નજરે પડતા ખેડૂતો ભયભીત બની ગયા હતા જેથી આંમચક ગામના સરપંચ હિતેશભાઈ ને જાણ કરાતા આમચક સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરી પાંજરું મિકવા રજુઆત કરી હતી જે રજુઆત આધારે મહુવા વન વિભાગ દ્વારા ત્વરિત આમચક મણીનગર ફળિયામાં હેમંતભાઈ નાયકના ખેતર નજીક પાંજરું મૂક્યું હતું અને તેમાં મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી તા.13/04/2023 ને ગુરુવારના રોજ વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરા નજીક આવ્યો હતો અને મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાઈ ગયો હતો જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઇ ગયો હતો પાંજરે પુરાયેલ દીપડાની ત્રાડો સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલ દીપડો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ ત્વરિત વન વિભાગને જાણ કરી હતી ઘટના સ્થળે આવી વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી આદરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  DR AMBEDKAR INSTITUTE OF TECHNOLOGY SANSKRUTI 2023 THE FESTIVAL OF TALENTS 
 
                      DR AMBEDKAR INSTITUTE OF TECHNOLOGY SANSKRUTI 2023 THE FESTIVAL OF TALENTS
                  
   Breaking News: आगामी 2024 Lok Sabha चुनाव से पहले Akhilesh Yadav का बड़ा दावा | Pallavi Patel 
 
                      Breaking News: आगामी 2024 Lok Sabha चुनाव से पहले Akhilesh Yadav का बड़ा दावा | Pallavi Patel
                  
   
  
  
  
   
  