આજે હોળી પર્વ ને લઈ દાહોદ વાસીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પર્યાવરણ ની જાળવણી માટે શહેર માં મોટે ભાગે ઇકો ફ્રેંડલી હોળી નું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ શહેર માં લગભગ ૨૫ જેટલા સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ થી વધુ સ્થળો એ ગૌ-કાષ્ઠિ, છાણાં અને કાગળો નો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી ગોઠ્વવામાં આવી હતી હતી તેમજ મોટી સંખ્યા માં ઉમટી પડેલા દાહોદ વાસીઓ એ હોળી ની પ્રદક્ષિણા કરી પુજા અર્ચના કરી હતી ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) માં પાર્વતી નગરમાં ત્યાંના રહીશો દ્વારા આજરોજ હોલી દહન ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોસાયટી દ્વારા એકતા, ભાઈચારા, ની એક અનોખી લાગણી દેખવા મળી હતી. કહી શકાય કે માં પાર્વતી નગરમાં સર્વ-જ્ઞાતિ ના લોકો રહેતા હોય છે પણ વાર - તહેવાર અને સાર્વજનિક ધાર્મિક ઉજવણીમાં એક પરિવારની જેમ ભેગા થઈ ઉજવણી કરતા હોય છે, માં પાર્વતી નગરમાં ધુળેટી ના દિવસે સોસાયટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત એકબીજા સાથે મળતા પણ હોય છે,