લેપટોપમાં સતત કામ કરીને તમને પણ આ અંગોમાં દુખાવો થાય છે તો આ ટિપ્સ વાંચી લો તમે પણ એક વાર..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સતત લેપટોપમાં કામ કરવાને કારણે સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો થાય છે. લેપટોપમાં સતત કામ કરવાથી આંગળીઓ દુખે છે, કમરનો દુખાવો થાય છે, પીઠનો દુખાવો થાય છે તેમજ હાથ, આંખો જેવી બીજી અનેક તકલીફો થતી હોય છે. કોરોના પછી મોટાભાગના લોકોને વર્ક ફ્રોમ હોમ છે. વર્ક ફ્રોમ હોમને કારણે સતત લેપટોપમાં અને કમ્પ્યુટરમાં કામ કરવાને કારણે અનેક લોકોને સ્વાસ્થ્યને લગતી તકલીફો થઇ રહી છે. કીબોર્ડ પર સતત કામ કરવાને કારણે આંગળીઓથી લઇને કમર જેવા શરીરના અનેક ભાગમાં દુખાવો થતો હોય છે. આમ, જો તમે આ બધી સમસ્યામાંથી રાહત મેળવવા ઇચ્છો છો તો ખાસ વાંચી લો આ ટિપ્સ...

તમે જ્યારે પણ લેપટોપમાં કામ કરવા બેસો ત્યારે 10-10 મિનિટના ગાળે ઉભા થાવો. થોડી-થોડી વારે ઉભા થવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને તમારી આંગળીઓને પણ રાહત થાય છે.

લેપટોપમાં સતત કામ કરવાને કારણે તમારી આંગળીઓ થાકી જાય છે. આ માટે તમે 10 મિનિટના અંતરે આંગળીઓની એક્સેસાઇઝ કરો. આંગળીઓની એક્સેસાઇઝ કરવાથી તમે રિલેક્સ ફિલ કરશો.

તમે જ્યારે પણ લેપટોપમાં કે સતત બેસીને કામ કરો છો ત્યારે ખાસ કરીને ખુરશીને ટેકો આપીને બેસો. ટેકો આપીને બેસવાથી તમે રિલેક્સ થાઓ છો અને તમને પીઠના દુખાવામાં પણ રાહત થાય છે.

જ્યારે પણ તમે લેપટોપમાં કામ કરવા બેસો ત્યારે લેપટોપને થોડુ દૂર મુકો અને તમે થોડા રિલેક્સ થઇને ખુરશીમાં બેસો. કમ્પ્યુટર દૂર મુકવાથી તમે રિલેક્સ રહો છો અને તમારી આંખોને પણ નુકસાન ઓછુ થાય છે. જો તમે એકદમ કમ્પ્યુટરની સામે બેસો છો તો તમારી આંખોને વધારે પ્રમાણમાં નુકસાન થાય છે.

જેલ પેડ્સનો ઉપયોગ કરો. તમે જ્યારે પણ લેપટોપની સામે કામ કરવા બેસો ત્યારે જેલ પેડ્સનો ઉપયોગ કરો. જેલ પેડ્સ તમને રિલેક્સ આપવાનું કામ કરે છે.