ભરૂચ: જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા ભરૂચની આગવી ઓળખ સમાન સુજની સાથે સંકળાયેલા કારીગરોની શુભેચ્છા મુલાકાત લીધી પ્રોજેક્ટ રોશની” અંતર્ગત નવી પેઢીના યુવાનોને સુજની વણવાની તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવા નવીન પહેલ કરતું જિલ્લા વહીવટી તંત્ર આજ રોજ ભરૂચની આગવી ઓળખ સમાન વિશ્વ વિખ્યાત સુજનીની કળા સાથે સંકળાયેલા પરિવારોની જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા દ્વારા સૌજન્ય મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી દ્વારા સૌ પ્રથમ મૃત:પ્રાય થવાના આરે આવેલ આ વણાટકામની અનોખી કલાને પુન:ર્જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ “પ્રોજેકટ રોશની” હેઠળ અત્યાર સુધી કરવામાં આવેલ પ્રયાસો અને તેના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રોજેકટ હેઠળ શરૂ કરવામાં આવનાર નવી પેઢીના યુવાનોને સુજની વણવાની તાલીમ આપી તેમના માટે રોજગારીની નવીન તકો આપવા માટે પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર તાલીમ કેન્દ્ર “રેવા સુજની કેન્દ્ર”ની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત સુજની વણાટકામ સાથે સંકળાયેલા તમામ કારીગર પરિવારના સભ્યો સાથે રૂબરૂ ચર્ચા કરી તેમના આ ક્ષેત્રમાં વર્તમાન સમસ્યાઓ અને કલાને પુન:ર્જીવિત કરવા માટે તેમના પોતાના અભિપ્રાયો જાણ્યા અને તેના સમાધાન સ્વરૂપે “પ્રોજેકટ રોશની”માં તેના ઉપાયો અને મદદની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં કલેકટરશ્રીએ આ કામ સાથે સંકળાયેલ હયાત સુજની વણાટકામ કરતાં માલીવાડ ખાતે રહેતા રફીક સુજનીવાલા અને ફાટા તળાવ પાસે રહેતા મુઝક્કીર સુજનીવાલાની ઘરે હાથશાળની રૂબરૂ મુલાકાત લઈ આ વણાટકામની બારીકાઈ અને ખાસિયતોની જાણકારી લીધી અને સ્વયં હાથશાળ બેસી સુજની પર હાથ અજમાવી અનુભવ કર્યો. તેમના દ્વારા ભરૂચની આ અસ્મિતા સ્વરૂપ ૧૫૦ થી ૨૦૦ વર્ષ જૂની કલાને બચાવવા સુજનીવાલા પરિવાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની કલેકટરશ્રીએ પ્રશંસા કરીને ભરૂચની સુજનીને વૈશ્વિક ફલક પર પહોચાડવા પૂર્ણ સહયોગની ખાત્રી આપવામાં આવી. આ મુલાકાત દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર શ્રી જિગર દવે, કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય મહાત્મા ગાંધી નેશનલ ફેલો શ્રી નિરવકુમાર સંચાણીયા,સામાજિક અગ્રણીશ્રીઓ જેવા કે, સુશ્રી રિઝવાના જમીનદાર, સુશ્રી પીલુ જીનવાલા, સુશ્રી અર્ચના પટેલ, સુશ્રી પુનમ શેઠ, સુશ્રી રીટા દવે અને સુજની વણાટકામ તથા સુજની વણાટકામ સાથે સંકળાયેલ અન્ય મહાનુભાવો સાથે રહ્યા હતા. *શું છે “પ્રોજેકટ રોશની” ?* પ્રાજેક્ટ રોશની અંર્તગત ભરૂચની અસ્મિતા સમાન સુજનીને પુન:ર્જીવિત કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો સ્તુત્ય પ્રયાસ છે. જે અંતર્ગત સુજની બનવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કારીગરોની માળખાકિય સુવિધા પૂરી પાડીને તેમના જીવન ધોરણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનો ઉમદા આશય છે. *“પ્રોજેકટ રોશની” અંર્તગત નીચેના આયામો આવરી લેવાશે:- યુવા પેઢીને સુજની વણાટકામની તાલીમ આપીને તેમને આર્થીક રીતે પગભર કરવાનો આશય છે  સુજનીના વ્યવસાય સાથે સંકળાયેલ પાયાની સમસ્યાઓને ઓળખીને તેને દુર કરવાનો સ્તુત્ય પ્રયાસ છે  સુજની બનાવાથી લઈને વહેચવાની પ્રક્રીયા સાથે સંકળાયેલ પરિબળોમાં સહાય કરવાનો જિલ્લા વહીવટી તંત્રનો સરહાનિય પ્રયત્ન છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं