અમરેલી જીલ્લામાંથી પસાર થતો સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર મોટી રાજુલા તાલુકામા આવેલ દાતરડી ગામ નજીક નવો બની રહેલો બ્રીજ ત્યાર થાય એ પહેલા ધરસાઈ થતા કોન્ટ્રેક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યારે આ બ્રીજ તુટી જવાની ધટના બે દિવસ પહેલા હોવાનુ સામે આવ્યુ હતુ. અને જાગૃત નાગરિક દ્વારા બે દિવસ પહેલા વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ કરવામા આવ્યો છે જેના કારણે સ્થાનીક વહીવટ તંત્રના અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. મળતી માહિત મુજબ કેટલાક સમયથી નેશનલ હાઇવામા નબળી ગુમાવતાની કામગીરીનો કેટલાક ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવેમા ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવતા કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. નવનિર્માણ પામે તે પહેલા બ્રીજ તુટી જાય સ્વભાવિક છેકે લોકોમા ભ્રષ્ટાચારની આશંકા છે તે જઇ રહી છે. જયારે આ વિડિયો સોશિયલ મીડિયા ભરપૂર વાઇરલ થતા સ્થાનિક લોકો અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારના લોકોમા પણ નારાજગી જોવા મળી રહી છે. અને સોશિયલ મીડિયામા આ વિડિયોને લઇને લોકો ટીકાઓ કરી રહ્યા છે......
ભાવનગર-સોમનાથ હાઇવે નેશનલ હાઇવે ઉપર દાતરડી ગામ નજીક નવો બનેલો બ્રીજ ધરાસાઇ થતા મોટી દુર્ઘટના ટળી...... પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળા, મામલતદાર સંદીપસિહ જાદવ, ચીફ ગીરીશભાઇ સરૈયા સહિતના અધિકારીઓ ધટના સ્થળે પહોંચ્યા.......
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_30273649471b233756bc5c2dc40770c0.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)