ગુજરાત રાજયમાં ગુમ થનાર વ્યક્તિઓની શોધ કરવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ હોય અને

પોલીસ મહાનિરીક્ષક ભાવનર નાઓએ સદરહું કામગીરી કરવા માટે વધુમાં વધુ પ્રયત્નો કરવા અને અમરેલી પોલીસ અધિક્ષક હિમંકરસિંહ નાઓ દ્વારા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સા.કુંડલા વિભાગ, કુંડલા દ્વારા ગુમ થનાર ઇસમોને શોધી કાઢવા ખાસ ડ્રાઇવ રાખવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

 જે અનુસંધાને નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ ની રાહબરી હેઠળ

નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા બાતમી હકીકત આધારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના મીસીંગ જા.જોગ ન.૧૧૧/૨૦૨૩ ના કામે ગુમ થનાર

 પાયલબેન ડો/ઓ જેરામભાઇ બાલાભાઇ ભારોલા, રહે સુરત, કાપોદ્રા, મુળ-વડલી, તા રાજુલા, જિ.અમરેલી વાળા મહિલા અંગે બાતમી હકીકત મેળવતા

ગુમ થનાર ટીંબી ગામે હોવાની બાતમી હકીકત મળતા તેમને શોધી કાઢી કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાયર્વાહી કરવામાં આવેલ છે,

ગુમ થનાર મહિલાની ટૂંકી હકીકત 

પાયલબેન ડો/ઓ જેરામભાઇ બાલાભાઇ ભારોલા, હાલ રહે.સુરત કાપોદ્રા, મુળ રહે. વડલી, તા.રાજુલા, જિ.અમરેલી

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓ

આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ તથા હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. સંગીતાબેન મનુભાઇ બાંભણીયા તથા પો.કોન્સ રાજદિપસિંહ દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.