દાહોદના ઇન્ડિયન મેડિકલ એસોસીએસનના પ્રમુખ ડૉ. કેતન પટેલ દ્વારા ટીબીના ૧૦ દર્દીને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ... ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જીલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ દાહોદના આઇ.એમ.એ.પ્રમુખ ડૉ કેતન પટેલ દ્રારા કુલ ૧૦ ટીબીના દર્દીને દત્તક લીધા હતા તેમજ ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી.તેઓએ દાહોદમાં પ્રેક્ટીસ કરતા ખાનગી તબીબો દરેક ટીબીના દર્દીનું નોટીફિકેશન કરે અને નિક્ષય મિત્ર બની દર્દીઓને પોષણ કીટ આપે, વધુમાં કોમ્યુનિટીમાથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે તેમ જણાવ્યું હતું. દાહોદમાં અત્યાર સુધીમા કુલ ૧૨૦૦ કીટનું વિતરણ થઇ ચૂક્યું છે તેમ જિલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડીયાએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ૯ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુજીના અઘ્યક્ષ સ્થાને ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે.યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અંતર્ગત જિલ્લામાં એક અભિયાન સ્વરૂપે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के इस एयरपोर्ट पर उतरते ही भड़के केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत
जोधपुर एयरपोर्ट पर पार्किंग की व्यवस्था और वाहन चालकों से बार-बार जुर्माना वसूली का मामला दिल्ली...
મોરબીમાં તિરંગા અને હનુમાન ચાલીસા નું વિતરણ કરતા અજયભાઇ લોરીયા
હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર...
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
ભક્તોમાં ભારે રોષ...!!!
ભક્તોમાં ભારે રોષ: અંબાજી મંદિરમાંથી 21 ભૂદેવો મોહનથાળનો પ્રસાદ લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ...