તારાપુર નાની ચોકડી પાસે આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૧૭મો વાર્ષિક પાટોત્સવ તા.૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીના રોજ ધામ ધુમ થી ઉજવાયો હતો જેમાં શનિવારે સવારે દેવોને અભિષેક અન્નકૂટ તેમજ સાંજે દિવ્ય શાકોત્સવનું સુંદર આયોજન યોજવામાં આવ્યું હતું
૧૭મા પાટોત્સવ અંતર્ગત શ્રી ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ કથા રાખવામાં આવેલ જેના વક્તા આણંદ રોકડિયા હનુમાનજી મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસજીના મુખે કથાનું રસપાન કરાવ્યું હતું
૧૭મા પાટોત્સવના યજમાન અ.નિ.ગોરધનભાઇ લલ્લુભાઇ પટેલ અને અ.નિ. શારદાબહેન ગોરધનભાઇ પટેલ વતી પરેશભાઇ--વિજયભાઇ પટેલ પધાર્યા હતા તેમજ પાટોત્સવની ઉજવણી પ્રસંગે સંતોના આશિર્વચનની સાથે રાત્રે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાં પધારેલ સંતો. તારાપુરના અગ્રણીઓ તથા પધારેલ તમામ હરિભક્તોનો તારાપુર સત્સંગ સમાજ વતી ગોવિંદભાઇ ચૂનિભાઇ ઠક્કરે આભાર પ્રગટ કર્યો હતો.