શ્રી દિયોદર અનુપમ પ્રા,શાળા નંબર ત્રણ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના થી કરવામાં આવી હતી.ત્યારબાદ પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી શામળભાઈ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત ગીત રજૂ કરી પધારેલ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ કુમકુમ તિલક અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા ના જન્મદિવસની ઉજવણી રૂપે સુખડી બનાવી જન્મ દિવસ ની ઉજવણી કરી હતી. દિયોદર રાજવી માનસિંહજી વાઘેલા બાપુ અને શાળામાં અભ્યાસ કરતાં નાનામાં નાના બે બાળકો હસ્તે સુખડી કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. શાળાના પૂર્વ આચાર્ય મુકેશભાઈ ત્રિવેદી દ્વારા શાળાની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા બાળગીત રજૂ કરાયું હતું.તેમજ ભૂતપૂર્વક શિક્ષકોનું શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલ મહેમાન માનસિંહજી વાઘેલા બાપુ દ્વારા પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની બાલિકા દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.ત્યાર પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીનું શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદાય લેતા શિક્ષકો ભરતભાઈ માળી, સોમાભાઈ માળી, ચેતનભાઈ પ્રજાપતિ ,આનંદીબેન પ્રજાપતિ અને શૈલેષભાઈ પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લેતા શિક્ષકો દ્વારા પ્રવચન રજૂ કર્યું હતું.શાળા ના બાળકો એ વિદાય લેતા શિક્ષકો ને ભેટ અર્પણ કરી હતી. કાર્યક્રમ ની આભાર વિધિ દયારામ ભાઈ એ કરી હતી. સૌ કોઈ એ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ભોજન લઈ છુટા પડ્યા હતા.આ પ્રસંગે દિયોદર ની પ્રા. શાળા ના આચાર્યો, દિયોદર શાળા નંબર 3 ના પૂર્વ શિક્ષકો,અન્ય શિક્ષક મિત્રો, તેમજ શાળા પરિવાર, વાલીગણ