દિયોદર નગરે શ્રી જલારામ બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય શોભા યાત્રા.દિયોદર ખીમાણા હાઇવે રોડ પર જલારામ બાપાનું મંદિર નવનિર્માણ પામ્યું છે જેમાં ફાગણ સુદ ત્રીજના તારીખ 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી આ મંદિર ખાતે જલારામબાપાના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગતરોજ પ્રતિષ્ઠા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજે બીજા દિવસે ભવ્ય શોભા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગી, હાથી, ઘોડાઓ અને ટ્રેક્ટરો સાથે હજારોની સંખ્યામાં જલારામ બાપાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ શોભા યાત્રા જલારામ પાર્ક સોસાયટી થી નીકળી દિયોદર મેઈન બજાર,રેલવે સ્ટેશન થઈ હાઇવે વિસ્તાર થી જલારામ મંદિર સુધી યોજવામાં આવી હતી જેમાં યાત્રા નું સદભાવના સેવા ગ્રુપ , આદર્શ હાઇસ્કુલની બાળાઓ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા મંદિરે પહોંચ્યા બાદ તમામ મૂર્તિઓ ને યજ્ઞ મંડપ માં સ્થાપિત કરવામાં આવી હતી તેમજ આજે રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખ્યાતનામ કોયલ કંઠી ગુજરાતનું ગૌરવ એવા ગીતાબેન રબારીના ડાયરામાં મોટી સંખ્યામાં દિયોદર તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને મોટી સંખ્યામાં ડાયરામાં પધારવા માટે ઠકકર સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે તેમજ જલારામ બાપાના ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈ દિયોદર નગરના લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે