સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા પાસોદરા ખાતે રહેતા 25 વર્ષીય આશાસ્પદ યુવકની બાઈકને બેફામ બનેલા ફોર વ્હીલ ચાલકે અડફેટે લેતા સારવાર દરમ્યાન તેનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.કામરેજના પાસોદરા પાટીયા નજીક વિક્ટોરિયા ટાઉન શીપની બાજુમાં આવેલા નવકાર ઍવન્યું એપાર્ટમેન્ટમાં રહેતા 25 વર્ષીય યુવક અક્ષય દલસુખભાઈ ગોંડલીયા ફેબ્રીકેશનનું કામ કરતો હતો.જે બુધવારના રોજ તેમના પિતાનું યુનિકોર્ન બાઈક નંબર GJ05LM - 4189 લઈ તેમના કામ અર્થે કઠોરથી વેલંજા તરફ જઈ રહ્યો હતો. ત્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલી કીવદ ફોર વ્હીલ ગાડી નંબર GJ05JN-8967 ના ચાલકે યુનિકોર્ન બાઈકને અડફેટે લેતાં અક્ષય અકસ્માતમાં ધવાયો હતો.ઘટના સ્થળે આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પીટલ ખાતે લઇ જવાયો હતો.અકસ્માતમાં જમણા હાથ પગે તેમજ ગંભીર રીતે ઘવાયેલાં અક્ષયનું સારવાર દરમ્યાન સ્મીમેર હોસ્પીટલના આઇસીયુ વોર્ડમાં જ મોત નિપજ્યું હતું.અકસ્માતની ઘટના અંગે મૃતક અક્ષયના પિતા દલસુખભાઈ ગોંડલીયાએ કામરેજ પોલીસ મથકે ફોર વ્હીલ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતા કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनुसूचित जनजातियों के विकास में जरूरी कदम, राजस्थान ट्राइबल एडवाइजरी काउंसिल में मनोनीत किए 15 सदस्य
राजस्थान में मुख्यमंत्री भजनलाल शर्मा ने प्रदेश की अनुसूचित जनजातियों के सामाजिक और आर्थिक विकास...
পশ্চিম দৰঙৰ দিপীলাত দেওবাৰে মুকলি কৰা হয় অত্যাধুনিক চিকিৎসা সেৱাৰ প্ৰতিষ্ঠান "আৰোগ্য হেলথ্ কেয়াৰ"
দৰঙৰ দিপীলাত দেওবাৰে মুকলি কৰা হয় অত্যাধুনিক চিকিৎসা সেৱাৰ প্ৰতিষ্ঠান আৰোগ্য...
itel Icon 3 स्मार्टवॉच 2.01 इंच AMOLED डिस्प्ले और Bluetooth कॉलिंग के साथ करेगी एंट्री, लॉन्च से पहले जानें खूबियां
itel Icon 3 स्मार्टवॉच भारत में जल्द होने वाली है। इस अपकमिंग वॉच को लेकर जानकारी मिली है कि इसे...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
રાધનપુર : કચ્છના નાના રણમાં પદયાત્રી માટે સેવા કેમ્પ | SatyaNirbhay News Channel
રાધનપુર : કચ્છના નાના રણમાં પદયાત્રી માટે સેવા કેમ્પ | SatyaNirbhay News Channel