બોરિસ જોનસ (Boris Johnson)ને બ્રિટન (Britain)નું વડાપ્રધાન પદ છોડ્યા પછી તે પદ માટે ભારે મુકાબલો ચાલી રહ્યો છે. આ રેસમાં ભારતીય મૂળના રિશી સુનાક (Rishi Sunak) ફાઈનલમાં પહોંચી ગયા છે. પાંચમા અને છેલ્લા રાઉન્ડમાં પેની મોરડન્ટને ઓછા મત મળતા તેઓ રેસમાંથી બહાર થઈ ગયા છે. હવે, યુકેના વડાપ્રધાન પદની રેસની ફાઈનલમાં માત્ર બે જ ઉમેદવાર રિશી સુનાક અને લિઝ ટ્રસ (Liz Truss)બચ્યા છે.

લંડન: બ્રિટનમાં ચાલી રહેલી વડાપ્રધાન પદની રેસમાં ભારતીય મૂળના રિશી સુનાકે એક મહત્વનો પડાવ પાર કરી લીધો છે. તેઓ પીએમ રેસની ફાઈનલમાં પહોંચી ગયા છે. તેમનો મુકાબલો લિઝ ટ્રસ સાથે થવાનો છે. વોટિંગના પાંચમા અને છેલ્લા રાઉન્ડમાં રિશીના ખાતામાં 137 વોટ પડ્યા છે. તો લિઝ ટ્રસે પણ જબરજસ્ત ટક્કર આપતા આ રાઉન્ડમાં 113 વોટ મેળવ્યા છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા રાઉન્ડમાં પેની મોરડન્ટના ખાતામાં માત્ર 105 વોટ ગયા અને તેઓ આ રેસમાંથી જ બહાર થઈ ગયા. તેમના બહાર થવાથી પીએમ રેસના આ મુકાબલામાં માત્ર બે જ ઉમેદવાર સુનાક અને ટ્રસ જ બચ્યા છે. હવે પ્રચારનો તબક્કો શરૂ થશે, બંને નેતા પાર્ટીની સામે વોટની અપીલ કરશે અને કાંટાની ટક્કર જોવા મળશે.

છેલ્લા રાઉન્ડમાં રિશીની સ્થિતિ વધુ મજબૂત બની
રિશી સુનાક સાથે આ રેસમાં એક વાત સતત સરખી જ રહી છે. તેમણે પહેલા રાઉન્ડમાં જે લીડ મેળવી હતી, છેલ્લા રાઉન્ડમાં પણ તેમણે તેને વધુ મજબૂત કરી છે. મહત્વની વાત એ છે કે, તેમને છેલ્લા રાઉન્ડમાં 19 મત વધુ મળ્યા છે, એટલે કે સ્થિતિ વધુ મજબૂત થઈ ગઈ છે. હવે પ્રક્રિયાનો અંતિમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં પ્રચાર જોવા મળશે. પોતાને જ સાબિત કરવાની હોડ રહેશે અને બ્રિટનની સામે વધુ સારો વિકલ્પ રજૂ કરવા પર ભાર રહેશે.

બોરિસ જોનસન પોતાની ખુરશી જવા માટે રિશીને જવાબદાર માને છે
રિશી સુનાકના રસ્તામાં સૌથી મોટી અડચણ બોરિસ જોનહસ હતા, જેઓ સ્પષ્ટ કરી ચૂક્યા હતા કે તેઓ રિશી સિવાય અન્ય કોઈને પીએમ ઉમેદવાર બનતા જોવા ઈચ્છે છે. તેઓ પોતાની ખુરશી જવા માટે રિશીને જ જવાબદાર માને છે. એવામાં તેમનું છેલ્લા રાઉન્ડ સુધી પહોંચવું અને પોતાની લીડ જાળવી રાખવી મોટી વાત છે. જે તેમની વધતી લોકપ્રિયતાને પણ દર્શાવે છે.