થરાદ ના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે નિયમો તા .01 / 03 / 2023 થી અમલ કરવાનો રહેશે ,, ( 1 ) ગુટખા - તમાકુ જેવાં કેફી દૃવ્યોનુ વેચાણ કરવુ નહી.અને વેચાણ કરશો તો 11000 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે. ( 2 ) દારૂનું બનાવવો કે વેચાણ કરવું નહીં અને વેચાણ કરતા પકડાશો તો 51000 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . અને દારૂ લઇને જનાર વ્યક્તિ પકડાશે તો તેને પણ 5100 / -રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . તથા પીધેલી હાલતમાં પકડાશે તો પોલીસ હવાલે કરવામાં આવશે અને તેનો જામીન ગામનો કોઇ વ્યક્તિ થશે નહીં . ( 3 ) ગ્રામ પંચાયતની જાહેર જગ્યાએ ( દા.ત . નકળગ મંદીર કે દેવી દેવસ્થાન ) કસુબો કે રસ વાપરવાની સદર મનાઇ છે . જો આનુ ઉલંધન કરશે તો તેમને વ્યક્તિ દીઠ 5100 / રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . ( 4 ) ડોડગામ નવયુગ વિધામંદિર શાળાના ચાલુ થવાના અને છુટ્યા સમયે શાળાની આસપાસ અન્ય કોઇ છોકરાઓએ વગર કામે ઉભા રહેવુ નહી કે કોઇ જગ્યાએ બેસવુ નહીં . અને આનુ ઉલંધન કરનાર ને 1100 / - રૂપીયા દંડ ભરપાઇ કરવો પડશે . ( 5 ) પંચાયતની માલીકીની જાહેર જગ્યાએ કોઇ પણ વ્યકિતએ કારણ વગર બેસવું નહી . ( દા.ત.ગ્રામ પંચાયતમાં રાત્રીના સમયે ) ઉપરોક્ત આવેલ દંડની રકમનો ઉપયોગ ગૌશાળામાં વાપરવામાં આવશે . ઉપરોક્ત તમામ નિયમન ડોડગામ ગામના તમામ ગ્રામજનોએ તા . 01 / 03 / 2023 થી ફરજીયાત અમલ કરવાનો રહેશે ....