ઊના ના ખત્રીવાડા ગામની સીમમાં 2 દીપડા વચ્ચે ઇનફાઈટ થતા એક દીપડાનું મોત નીપજ્યું હતું અને વનવિભાગે તપાસ હાથ ધરી હતી આ અંગેની મળતી વિગત મુજબ,ઊના પંથકના છેવાડાના ખત્રીવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની અવર-જવર હોય અને ગામની સીમમાં લખમનભાઈ જીણાભાઈ શિયાળ ના ખેતરમાં એક દીપડાનો મૃતદેહ હોવાની જાણ જશાધાર વનવિભાગને કરવામાં આવી હતી અને ટીમ સ્થળ પર પહોંચી હતી અને દીપડા ના મૃતદેહનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આ વિસ્તારમાં અન્ય દીપડો હોવાનો સગડ મળતા આ બંન્ને દીપડા વચ્ચે ઇનફાઈટ થયેલ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું અનેમૃતક દીપડો 2 વર્ષનો હોય અને બે દીપડા વચ્ચે ઇનફાઈટ થતા મોત થયું હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.
ઊનાના ખત્રીવાડા ગામની સીમમાં 2 દીપડા વચ્ચે ઇનફાઈટમાં એકનું મોત જશાધાર રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો તપાસ શરૂ કરાઇ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/02/nerity_afdce99d3d00aa8eba58874f1995cb5d.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)