તારાપુર શહેરમાં નવી કોર્ટ બિલ્ડિંગનું આવતી કાલે ઉદ્દધાટન કરવામાં આવશે

તારાપુર ખાતે નાની ચોકડી પાસે અંદાજીત સાત કરોડના ખર્ચે તૈયાર થયેલ નવી કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન તા. ૧૯/૦૨/૨૦૨૩ ના રોજ બપોરે ૨ વાગે માનનીય જસ્ટિસ શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય જસ્ટિસ શરીન સાહેબ, તેમજ માનનીય શ્રી ડિસ્ટ્રીક્ટ જજ ગોહિલ સાહેબના વરદ્ હસ્તે કરવામાં આવનાર છે ત્યારબાદ તારાપુર બાર એસોસિયેશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કમિટી સભ્યશ્રી માનનીય શ્રી સી. કે. પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન રાખવામાં આવ્યું છે. આમ તારાપુર નવી કોર્ટના ઉદ્દધાટનની સાથે એક બેઠક પણ યોજાનાર હોવાનું તારાપુર બાર એસોસિયેશનના પ્રમુખશ્રી કે .કે મકવાણા દ્વારા જાણવા મળ્યું છે.