અરવલ્લી ના બાયડ સરકારી વિનયન કોલેજમાં વ્યવસાયિક માર્ગદર્શન સેમીનાર યોજાયો
બાયડ તાલુકામાં આ પ્રકાર નો પ્રથમ સેમીનાર હતો જ્યાં તાલીમ અને રોજગાર માર્ગદર્શન પણ હતું.
વિદ્યાર્થીઓ પોતાની જાતે ટ્રેનિંગ મેળવી નોકરી કે ધંધો જે કામ કરવું હોય તે નક્કી કરી શકશે
બાયડ, અરવલ્લી જિલ્લા ના બાયડ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ માં વિદ્યાર્થીઓ ને તેમના ભવિષ્ય માટે ઉપયોગી થાય અને સારો રોજગાર પ્રાપ્ત થાય તે હેતુ થી વ્યવસાઇક માર્ગદર્શન સેમીનાર નું આયોજન તારીખ 17-02-2023 ના રોજ 10.00 વાગ્યે સવારે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ એ માર્ગદર્શન સેમીનાર માં ભાગ લીધો હતો. અહી વિદ્યાર્થીઓ ને તેમના માટે કાયમી રોજગારી માટે નોકરી અને ધંધો કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને બિઝનેસ મની સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 4 દિવસ ની મફત વોકેશનાલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ ટ્રેનિંગ પૂરી કર્યા પછી વિદ્યાર્થીઓ નોકરી કે ધંધા નો જે વિકલ્પ પસંદ કરશે તે મુજબ તેમને મદદ કરવા માટે ની વાત કંપની ના વડા રાજન જોશી એ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ સરકારની વિદ્યાર્થીઓ ને રોજગાર પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા વિદ્યાર્થીઓ ને તેમના જ વિસ્તારમાં રોજગાર મળી રહે તે માટે પ્રયત્ન કરવાની વાત પણ કહેવામાં આવી હતી.
આ કાર્યક્રમ ને સફળ કરવામાં કોલેજ ન આચાર્ય શ્રી ડો.ભાવસાર ઉપરાંત પ્રાધ્યાપક સુનિલભાઈ અને અન્ય સ્ટાફ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી.