થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ સોલંકી..થરાદ ખાતે નવા રામજી મંદિર ની ભવ્ય પુન : પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે થરાદ અને થરાદ તાલુકા ની ધર્મ પ્રેમી જનતા ઉદાર હાથે દાન   આપી રહી છે. દાતા ઓ દ્વારા લાખો રૂ. નું દાન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠા માં ભવ્ય યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘી ના ચડાવા માટે નાઈ સમાજ ના અગ્રણી આંબાભાઈ સોલંકી દ્વારા પાંચ લાખ અગિયાર સો રૂ. નું દાન કર્યું છે. તેમજ નાઈ શંકરભાઈ કાનજીભાઈ એ પણ આ મહોત્સવ માં ૩,૫૧, ૦૦૦ રૂ. દાન કર્યું છે. ત્યારે નાઈ શંકરભાઈ આ દાન આપવા બદલ શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે...