ભાવનગર જીલ્લાના હિસ્ટ્રીશીટર અને રાજુલાના ઘરફોડચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

વિગતઃ-

રાજુલા તાલુકાના વિકટર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ માંથી રાત્રીના સમયે મોબાઇલ ફોન તથા રોકડ રકમની ચોરી કરેલ જે કામે રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૯/૨૦૦૩ IPC ક.૩૮૦,૪૫૭ મુજબ ગુન્હો રજી. થયેલ હોય અને આ ગુન્હાના કામે મજકુર ઇસમ નાસી જઇ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા આશરે ૧૬ વર્ષથી નાસતો ફરતો હોય તેમજ મજકુર ઇસમ ભાવનગર જીલ્લાના હિસ્ટ્રીશીટર હોય. તેમજ ભાવનગર, અમરેલી તથા રાજકોટ જીલ્લાના ચોરી તથા લુંટ, મારામારી, તથા દારૂના ગુન્હાઓ કરેલ હોય.

 ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના અન્વયે ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી શોધ ખોળ કરતા કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૯/૨૦૦૭ IPC ક .૩૮૦,૪૫૭ મુજબના કામે સોળેક(૧૬) વર્ષથી નાસતા ફરતા આરોપીને નવાગઢ તા.જેતપુર જી.રાજકોટ મુકામેથી તા.૦૪/૦૪/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી CRPC ૩,૪૧(૧)(આઇ) મુજબ ધોરણસર અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા અમરેલી સીટી પો.સ્ટે. ખાતે સોપી આપેલ.

પકડાયેલ આરોપી :-

કમલેશ ઉર્ફે ભુરો ઉર્ફે ભુરાભાઈ પ્રવીણભાઇ સોલંકી ઉં. વ.૪૦,ધંધો. ડ્રાઇવીંગ, રહે. મહુવા, વીકટર રોડ, તા. મહુવા, જી.ભાવનગર, રહે, હાલ નવાગઢ, ગઢની રાંગ પાસે,તા. જેતપુર જી.રાજકોટ,મુળ ગામ બળેલ પીપરીયા, તા.બાબરા, જી.અમરેલી,

ગુન્હાહિત ઇતિહાસઃ-

(૧) ભાવનગર જીલ્લો મહુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૮૬/૧૯૯૮ IPC ક.૩૯૨,૩૨૪ તથા એટ્રોસીટી એકટ ક.૩(૧)(૧૦) વી.

(૨) ભાવનગર જીલ્લો મહુવા પો.સ્ટે. ફગુ.ર.નં ૨૭૩/૨૦૦૪ IPC ક . ૩૭૯ વી.

 (૩) ભાવનગર જીલ્લો મહુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૦૬/૨૦૦૬ IPC ૪.૩૭૯, ૧૧૪ વી.

 (૪) રાજુલા પો.સ્ટે. ફ.ગુ.૨.નં.૪૯/૨૦૦૭ IPC ક ,૩૮૦,૪૫૭ વી.

(૫) રાજકોટ જીલ્લો જેતપુર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૨૬૬/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(એએ)

(૬) રાજકોટ જીલ્લો જેતપુર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૧૨૧/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(એએ)

(૭) રાજકોટ જીલ્લો જેતપુર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૩૫/૨૦૨૦ પ્રોહી એકટ ક.૬૫(એફ)

(૮) રાજકોટ જીલ્લો જેતપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૩૧૪/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(૧)(બી),૮૫(૧)૩

 (૯) રાજકોટ જીલ્લો જેતપુર સીટી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૬૦૬/૨૦૨૧ પ્રોહી એકટ ક.૬૫(એએ)

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકરસિંહ નાઓની સુચના અન્વયે કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, જીજ્ઞેશભાઇ પોપટાણી તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા એ રીતેના જોડાયેલ હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.