ડીસા આદર્શ વિદ્યાલય ખાતે વાર્ષિક રમતોત્સવ નું આયોજન કરાયું

રમોત્સવ ને ડીસાના પ્રાંત કલેકટર નેહાબેન પંચાલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો..

 બાળકોમાં શારીરિક રીતે અને માનસિક રીતે વિકાસ થાય અને જીવનમાં મજબૂત બની આગળ વધે એ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા આદર્શ વિદ્યાલય માં રમોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કબડી, સંગીત, ખુરશી દોરડા, કૂદ, લીંબુ ચમચી જેવી અલગ અલગ રમતોથી બાળકોનો શારીરિક વિકાસ અને માનસિક વિકાસ થાય એવું આયોજન કરવામાં આવ્યું હતું

આજે યોજવામાં આવેલ રમોત્સવમાં શરૂઆત ડીસાના નાયબ કલેક્ટરશ્રી દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તે બાદ આસમાનમાં ગુબારાઓ છોડીને અલગ જ અંદાજથી આદર્શ વિદ્યાલય દ્વારા રમતો ચાલુ કરવામાં આવી હતી આજના આ તમામ આયોજનમાં આદર્શ વિદ્યાલયના ચેરમેન ડોક્ટર અજયભાઈ જોશી તેમજ ડોક્ટર કૌશલ સિસોદિયા આદર્શ વિદ્યાલય મંત્રી હિતેશભાઈ અવસથી આદર્શ પ્રાથમિક વિભાગના આચાર્ય પ્રવીણભાઈ પટેલ વ્યાયમ ટીચર શામળભાઈ ચૌધરી દિનેશભાઈ સુદેશા તેમજ આદર્શ વિદ્યાલયના સ્ટાફ હાજર રહીને રમત દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજે અમુક રમતો લુપ્ત થઈ રહી છે તેવી રમતો દ્વારા બાળકોને જ્ઞાન આપી સારી રીતે મજબૂત કરવામાં આવે તેમ જ મોબાઈલ થી બાળકો દૂર રહીને રમતો દ્વારા મજબૂત બને એવું માર્ગદર્શન પણ આપવામાં આવી હતી.