પાંથાવાડા નજીક મંગળવાર સવારે બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝાત ભાડલીના નદી વિસ્તારમાં ખનીજ ચોરી કરતા ચાર ટ્રેકટર ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાંથાવાડા નજીક પસાર થતી સીપુ નદીમાં રેતી ચોરી અટકાવવા વહેલી સવારે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની ટીમના અધિકારીઓ ખાનગી વાહનમાં બેસી જાત-ભાડલી વિસ્તારમાં થતી સાદી રેતીની ચોરી કરતા ચાર ટ્રેક્ટર પકડી રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.