પાવીજેતપુર માં તાલુકા કક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ પાણીબાર પ્રાથમિક શાળામાં ઉજવાયો

પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આંબેડકર ચોકમાં રખાયો હતો

            પાવીજેતપુર તાલુકા કક્ષાનો ૭૪ મો પ્રજાસત્તાક પર્વ તાલુકા ની પાણીબાર પ્રાથમિક શાળામાં ઉજવાયો હતો જ્યારે પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા આંબેડકર ચોકમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 

           પાવીજેતપુર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ પાવીજેતપુર તાલુકાની પાણીબાર પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો. જ્યાં મામલતદાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી સંસ્કૃતિ અને દેશભક્તિ ના સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા ખુબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા તીનબતી ના સ્થાને સૌપ્રથમવાર છોટાઉદેપુર રોડ ઉપર આવેલ આંબેડકર ચોકમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો. પાવીજેતપુર સરપંચ નેન્સી શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે તેઓએ પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે તાલુકાની જનતાને પડતી તકલીફ દૂર થાય તે માટે બસ સ્ટેન્ડ મંજૂર થઈ ગયું છે જેનું કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે તેમજ ગામના વિકાસના કામો માટે તત્પરતા દાખવી હતી. પાવીજેતપુર હાઈસ્કૂલમાં નિવૃત્ત થતા શિક્ષક અનિલભાઈ સોની દ્વારા ધ્વજ વંદન કરાયું હતું. પાવી જેતપુર કોલેજમાં કોલેજની દીકરી દ્વારા જ ધ્વજ વંદન કરાયું હતું. ભેંસાવહી હાઈસ્કૂલમાં નિવૃત્ત થતા શિક્ષક શંકરભાઈ રોહિત દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. 

          આમ, પાવીજેતપુર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ પાણીબાર પ્રાથમિક શાળામાં ઉજવાયો હતો તેમજ તાલુકાની વિવિધ શાળાઓ તેમજ સરકારી કચેરીઓ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.