દિયોદર પોલીસ સ્ટેશનના છેલ્લા દસ વર્ષના ઘરફોડ / ચોરીના બનાવ બાબતે એનાલીસીસ ( પૃથ્થકરણ ) કરતા એવુ જાણવા મળેલ છે કે ફક્ત અને ફક્ત બંધ મકાનમાં જ ચોરી થયેલ છે જે ઘરમાં ઉમર લાયક દાદા અથવા દાદી એકલા હોય તો પણ તે ઘરમાં ચોરીના બનાવ ક્યારેય બનેલ નથી. જેથી બંધ મકાનમાં જ ચોરી થઈ છે. તેવી જાહેરાત દિયોદર પોલીસ દ્રારા વારંવાર કરવા છતા બંધ મકાનમાં રોકડ રકમ કે કીમતી દર દાગીના તથા કિમતી ચીજવસ્તુઓ રાખીને જાય છે અને ચોરી થાય છે જેથી દિયોદર જાહેર જનતાને જણાવવાનુ કે હાલના સમય અને સંજોગ જોતા ચોરીના બનાવ વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી જેથી તકેદારીના ભાગે રૂપે જયારે ઘર બંધ કરી એક રાત માટે પણ બહાર જવાનુ થાય ત્યારે એમ માનીને જ ચાલવુ ચોરી થવાની શક્યતા રહેલી છે જેથી બંધ મકાનમાં કિમતી દર - દાગીના કે રોકડ જ રાખવી અથવા બંધ મકાનમાં કોઇ સગા સંબંધી કે પાડોશીને ઘર આગળ સુવડાવવાની વ્યસ્થા કરવી અથવા સીકયુરીટી ગાર્ડને ઘર આગળ બેસવાની વ્યસ્થા કરવી અને દિયોદર પોલીસ સ્ટેશન મથકે જાણ કરવી અને ભુતકાળમાં એક રાત માટે મકાન બંધ રાખેલ હોય તો પણ ઘરફોડ ચોરીના બનાવ બનેલ છે તેમજ દિયોદર ટાઉનમાં તથા ગામડાઓમાં આવેલ મંદિરોમાં પણ મંદિર ચોરી અટકે તે માટે કિમતી ઘરેણા તથા દાનપેટીમાં રોકડ રકમ રાખવી નહી જે બાબતે દિયોદર પોલીસ તકેદારી માટે આ જાહેરાત ઝુંબેશ ચલાવવા માગે છે જેનાથી ચોરીના બનાવ બનતા અટકે અને બનાવ બને તો પણ કોઇ કિમતી સામાન કે દર - દાગીના રોકડ રકમ ચોરાય નહી. દિયોદર પોલીસ દ્રારા જનહિતમાં જારી