'સ્વાધ્યાય પરિવાર' આયોજીત રક્ષાબંધન કાર્યક્રમ. અનુસંધાને ભુમિ પૂજન કરાયુ

સાબરકાંઠા ની સૌમ્ય ધરા એવી બ્રહ્મા તરીકે ઓળખાતી અને જગત જનની માં અંબાની પુનિત ધરતી એવા હાઇવે રોડ પર ઉંડવા વિસ્તાર હેલીપેડ ગ્રાઉન્ડ ખેડબ્રહ્મામાં સ્વાધ્યાય પરિવાર દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ ની ઉજવણી નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે.

પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલે (દાદાજી ) પ્રેરિત સ્વાધ્યાય પરિવાર સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી ભગવદ્દ પ્રેમ અને ભગવદ્દ વિચાર લઈ જવાનો ભગીરથ પ્રયત્ન છેલ્લા છ દાયકા થી સાતત્ય પૂર્વક કરતો રહ્યો છે. 

પૂજ્ય દાદાજીના સુપુત્રી જયશ્રી દીદી આ રક્ષાબંધન પર્વ નિમિત્તે તારીખ 30-8-2023 બુધવારે આદિવાસી - વનવાસી ભાઈઓને વિશેષત મળવા માટે અત્રે ખેડબ્રહ્મા આવવાના છે, કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે સાબરકાંઠા, બનાસકાંઠા તથા અરવલ્લી જિલ્લાઓના 7 જેટલા તાલુકા ના 610 ગામોમાંથી પાંત્રીસ હજારથી વધુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવાના છે.

ખેડબ્રહ્મા હેલીપેડ ગ્રાઉન્ડ પર આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.

આજે તારીખ 26-8-2023 ના દિવસે મેદાન ખાતે ભૂમિ પૂજન થયું. 

આજથી મેદાન ઉપર કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારીઓ અલગ અલગ વિભાગો દ્વારા શરૂ કરવામાં આવી. વિભાગોમાં મુખ્યત્વે સિવિલ વિભાગ, ઈલેક્ટ્રીક વિભાગ, ઓડિયો વીડિયો વિભાગ, પાર્કિંગ- ટ્રાફિક વિભાગ, પાણી વિભાગ વગેરે વિભાગો પોત પોતાના કાર્યો શરૂ કરી દેશે.રક્ષાબંધન કાર્યક્રમની વિગત:

30-8-2023

સમય : સાંજે 4 વાગે

સ્થળ: હાઇવે રોડ પર હેલીપેડ ગ્રાઉન્ડ, ઉન્ડવા,