પુત્રએ ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢ્યા

નિવૃત વૃદ્ધ પત્ની અને નાના દીકરા સાથે ભાડાના મકાનમાં રહેવા મજબુર

જુનાડીસામાં નિવૃત પિતાને મળેલા પેન્શન, ગ્રેજ્યુટીના રૂપિયા 26.92 લાખ એટીએમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં મોટા પુત્રએ સેરવી લીધા હતા. પોતાની સાથે થયેલી છેતરપીંડી અંગે કહેવા જતાં પુત્રએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. આ અંગે તેમણે પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.