ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે એસ.ટી. વિભાગને ખંભાતથી બોરસદની બસ વાયા કલમસર, વત્રા ડાલી ચોકડી થઈને જાય તે માટે સદર રૂટની માંગણી કરી હતી.તદઉપરાંત સદર ગામોના સરપંચો પણ લેખિતમાં રજુઆત કરી હતી.જેના પરિણામે એસ.ટી. વિભાગે ૩૧ જાન્યુઆરીથી સવારે ૯ : ૩૦ કલાકથી ખંભાતથી બોરસદ વાયા કલમસર-વત્રા-ડાલી ચોકડી, રાસ થઈ બોરસદન એસ.ટી.બસ શરૂ કરી છે.

એસ.ટી.વિભાગના મેનેજરના જણાવ્યાનુસાર, ખંભાત ઘટકની શિડયુલ-૬૪ કૃષ્ણનગર-ખંભાત જેમાં ૯ : ૨૦ કલાકે ખંભાતથી આણંદ જવા ટ્રીપ આપી હતી.જેમાં.નહિવત આવક મળતા તેને ૯ :૩૦ કલાકથી ખંભાતથી વાયા કલમસર, વત્રા, ડાલી ચોકડી, રાસ થઈ બોરસદ શરૂ કરવામાં આવે તેવી ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તેમજ કલમસર,વત્રા, ઉંદેલના સરપંચની રજૂઆત મળી હતી.જે અગાઉ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની સમક્ષ નવા રૂટની માંગણી થઈ હતી.જેથી હવે ખંભાતથી બોરસદની એસ.ટી.બસ વાયા કલમસર, વત્રા, ડાલી ચોકડી થઈ બોરસદ જશે.

(સલમાન પઠાણ-ખંભાત)