પડતર માંગણીઓ ને લઈ ગ્રામ પંચાયતના વીસીઈ કર્મચારીઓએ દ્વારા તારાપુર ટીડીઓને આવેદનપત્ર અપવામાં આવ્યુ છે
તારાપુર તાલુકાની ગ્રામ પંચાયતોના વીસીઈ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ ગતરોજ ૮ સપ્ટેમ્બર થી અચોક્કસ મુદત ની હડતાલ નો પુનઃ આરંભ કરવામાં આવ્યો છે. આજરોજ તારાપુર તાલુકાની ૪૨ ગ્રામ પંચાયતના ૩૬ જેટલા કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલ પર ઉતરી જતા તાલુકાની ગ્રામ પંચાયતોની તમામ કામગીરી અટકી પડી હતી. જેને લઇ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલા વીસીએ કર્મચારીઓ દ્વારા તમામ પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની માંગ સાથે આજે તારાપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી