દિયોદર નગરે જલારામ બાપાના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે,,અનેકવિધ કાર્યક્રમોનું આયોજન. દિયોદર નગરે ખીમાણા સ્ટેટ હાઇવે પર જલારામ બાપા નું ભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માટે સમગ્ર સમાજ થનગની રહ્યો છે.આગામી ફાગણ સુદ ૩.તારીખ 22-2 -2023 બુુધવારથી ફાગણ સુદ પાંચમ તારીખ 24- 2 -2023 શુક્રવાર દરમિયાન યોજાયનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે ભવ્ય ડાયરો તથા આનંદના ગરબાનું આયોજન કરાયું છે. જલારામ બાપાના મંદિર ધામમાં સૌના આરાધ્ય ભગવાન રામ દરબાર.. રાધાકૃષ્ણ ભગવાન.. ગણપતિ દાદા.. હનુમાન દાદા... દરિયાલાલ દેવની મૂર્તિઑની પ્રાણ પ્રતિષ્ઠા થશે.. એ પહેલા ભવ્ય શોભા યાત્રા યોજાશ. જે દિયોદરના રાજમાર્ગો પર ફરશે.... બાળકો ભગવાન અને દેવોના વેશભૂષામાં આકર્ષણ જમાવશે,,સમગ્ર રઘુવંશી સમાજની સાથે સાથે સમગ્ર દિયોદર નગર હિલોળે ચડ્યું છે .દરમિયાન રઘુવંશી સમાજના ઘેરઘેર સવાર સાંજ દીવા પ્રગટશે.. આસોપાલવના તોરણ બંધાશે.. જવેરા વવાસે. મહોત્સવના સુંદર આયોજન માટે વિવિધ કમિટીઓની રચના કરાઈ હતી જેમાં સેવા આપવા માટે સ્વયંભુ તત્પરતા બતાવી હતી.. આજનો સમાજ અગ્રણી શ્રી ભગવાનદાસબંધુ અને લોહાણા રત્ન અને જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય એ મુલાકાત લીધી હતી..