હવામાન વિભાગની આગાહી બાદ શનિવારથી ખંભાત તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.નગરા, દહેડા, ખંભાત, લુણેજ, વૈણજ, જીણજ, સોખડા, રંગપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.જેને કારણે ખેડુતો પાકને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.માવઠાને લીધે રવિ પાકને નુકશાન પહોંચે તેવી સંભાવના વર્તાઈ રહી છે.ઠંડીમાં વરસાદ વરસતા નાગરિકોમાં અચરજ ઉભી થઇ છે.બટાટા, રાયડા સહિત તમાકુના પાકને નુકશાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
(સલમાન પઠાણ-ખંભાત)