નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દાહોદ દ્વારા કિચન ગાર્ડન તેમજ ટેરેસ ગાર્ડન અંગેની તાલીમ યોજાઈ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દાહોદ દ્વારા ભગિની સમાજ દાહોદ ખાતે એક દિવસીય કિચન ગાર્ડન તેમજ ટેરેસ ગાર્ડન અંગેની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં દાહોદ નગરના નગરજનો તેમજ ભગિની સમાજની બહેનો હાજર રહી ૭૦ જેટલા તાલીમાર્થીઓએ તાલીમ મેળવી હતી.
નાયબ બાગાયત નિયામકશ્રી એચ. બી. પારેખે કિચન ગાર્ડનમાં રોગ અને જીવાતનું વ્યવસ્થાપન તેમજ કિચનગાર્ડનમાં નેટ હાઉસ, પ્લાસ્ટિક હાઉસ ડ્રીપઈરીગેશન જેવી હાઇટેક ટેકનોલોજી દ્વારા કિચન ગાર્ડન તેમજ ટેરેસમાં કેવી રીતે શાકભાજીનું ઉછેર કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપ્યુ હતું.
રિપોટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો
બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા પોતાના ઘર આંગણે રહેલ જગ્યા તેમજ ધાબા ઉપર કે ગેલેરી અને પાર્કિંગ જેવી વધારાની જગ્યાઓમાં ઘર આંગણે શાકભાજીનું વાવેતર કઈ રીતે કરવું તે અંગેના વિવિધ વિષયો ઉપર સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાગાયત અધિકારી શ્રી પ્રિયેશભાઈ ઠાકર દ્વારા ઘર આંગણે શાકભાજીનું ધરું કેવી રીતે ઉછેરી શકાય તેમજ વિવિધ સોઇલ મીડિયા વિશે સંપૂર્ણ સમજ આપવામા આવી હતી.
બાગાયત અધિકારી શ્રી શંકરભાઈ વસાવા દ્વારા કિચન ગાર્ડનમાં પાણી અને ખાતરના વ્યવસ્થાપન વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી.
બાગાયત અધિકારી શ્રી ભાવિનભાઈ દ્વારા ઋતુ અનુસાર ઉનાળો, શિયાળો અને ચોમાસાની સિઝનમાં કયા કયા પાકો ઉછેરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
બાગાયત અધિકારી શ્રી પંકજભાઈ ધારવા દ્વારા ટેરેસ ગાર્ડન તેમજ વિવિધ ઈમ્પ્લીમેન્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી.ભગિની સમાજના ટ્રસ્ટીશ્રી હેમાબેન શેઠ, મંત્રી શ્રી અરૂણાબેન શાહ, ખજાનચી શ્રી સોહિનીબેન તલાટી તેમજ સ્નેહલભાઈ અને શ્વેતાબેન ઉપસ્થિત રહી તાલીમાર્થીઓ માટે વિવિધ વ્યવસ્થાઓ પૂરી પાડી હતી.કાર્યક્રમના અંતે દરેક તાલીમાર્થીઓને વિવિધ શાકભાજીના બિયારણો દિવેલી ખોળ તેમજ શરબતી લીંબુના છોડનું વિતરણ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કિચન ગાર્ડન માટે જરૂરી સાધન સામગ્રી જેમ કે કોકોપીટ દિવેલી ખોળ છાણીયું ખાતર લાલ માટી અળસિયાનું ખાતર યુરિયા ડીએપી સલ્ફેટ એમપીકે જેવા સોઇલ મીડિયા જૈવિક અને રાસાયણિક ખાતરો તેમજ વિવિધ શાકભાજી પાકોના બિયારણો છોડ ઉછેરવા માટે ગ્રોઇંગ બેગ ધરુ ઉછેરવા માટે પ્લગ ટ્રે અને શાકભાજીના ધરું જેવા કે મરચી ટામેટી કોબીજ ફુલેવર અને રીંગણના ધરુંનું પ્રદર્શન પણ ગોઠવવામા આવેલ હતું.