રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ના વર્ષ ૨૦૨૫/૨૬ ના નવા પ્રમુખ અને મંત્રી સહિત ટીમ નો શપથ ગ્રહણ સમારોહ કાલોલ સુવર્ણ હોલમાં શનિવારે સાંજના ૮ કલાકે યોજાયો. ડી. ગવર્નર સંસ્કાર કોઠારી આસી ગવર્નર શિલ્પા પરીખ તથા વિદાય લઈ રહેલા પ્રમુખ ભરતભાઈ શાહ, સેક્રેટરી રમેશભાઈ પટેલ, આસી રિજનલ કો ઓ અરવિંદ ચૌહાણ તથા રોટરી ક્લબ ના હાલોલ, ગોધરા, દાહોદ થી પધારેલા મહેમાનો તેમજ નવા નિમાયેલ પ્રમુખ સંતોષ મહેતા અને મંત્રી ચિરાગ વ્યાસ તેમજ તેઓના કુટુંબીજનો, મિત્રો હાજર રહ્યા હતા. ડી ગવર્નર સંસ્કાર કોઠારી દ્વારા નવા પ્રમુખ સંતોષ મહેતા અને ટીમને શપથ લેવડાવી હતી. રોટરી ક્લબ નુ કામ સમાજને ઉપયોગી બનવાનું છે. આ પ્રસંગે વિતેલા વર્ષે મા રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ની વિવિધ પ્રવૃતિઓ ઝલક આપી હતી. ગવર્નર સંસ્કાર કોઠારી દ્વારા રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ની કામગીરી ને બિરદાવી હતી તેમજ રોટરી ક્લબ ઓફ ડેરોલ સ્ટેશન ને ૫૦ વર્ષ પુરા કરી ૫૧ માં વર્ષમાં પ્રવેશ બદલ ના સમયગાળામાં હોદેદારો એ આપેલ સેવાઓ, બલિદાન ને યાદ કરાયુ હતુ.આ કાર્યક્રમમાં કાલોલ, ડેરોલ ગામ, ડેરોલ સ્ટેશન, સગનપુરા ની શાળા માં ધો ૧૦ અને ઘો ૧૨ માં પ્રથમ આવનાર વિધાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતુ.