દાંતીવાડા તાલુકાના ડેરી ગામના યુવક ઉપર રીંછે હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. ડેરી ગામના આયદાનભાઈ રબારી નામના યુવકને રીંછે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી. જેથી યુવકને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, સમગ્ર ઘટનાને લઈ વન વિભાગે તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડેરી ગામના યુવક પર રીંછે હુમલો કર્યો છે. ડેરી ગામના આયદન રબારી નામના યુવકના માથાના ભાગે રીંછે બચકા ભરતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, યુવક પર રીંછે હુમલો કરતા યુવક લોહીલુહાણ થયો હતો.
જેથી યુવકને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાને લઈ ગ્રામજનોમાં ભય ફેલાયો છે. તેમજ વન વિભાગે સમગ્ર ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં રીંછના હુમલાના અગાઉ ઘણા બનાવો સામે આવ્યા હતા. જે બાદ હવે દાંતીવાડા તાલુકાના ડેરી ગામે રીંછનો હુમલાનો બનાવ સામે આવ્યો છે.