દાહોદમાં તગડા વ્યાજે નાણાંધીરી પઠાણી ઉઘરાણી કરી મુદ્દલ કરતા બમણું વસુલી લીધા બાદ પણ નાણાં માટે મારી નાંખવાની ધાકધમકી આપનાર ચાર વ્યાજખોરો સામે પોલિસમાં ફરિયાદ થયાનું જાણવા મળતા આ રીતે તગડા વ્યાજે નાણા ધીરનાર શાહુકારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો 

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ પરેલ એકાઉન્ટ કોલોનીના કવાટર નંબર ૧૫૭૩/એ માં રહેતા નિરમાબેેન સુનીલભાઈ રમેશભાઈ ભુરીયાએ મકાન બનાવવા માટે જમીન લેનવા સારૂ દાહોદ ગોધરા રોડ પ્રેમ નગરમાં રહેતા વિરલ ચંદ્રવદન કંથારીયા પાસેથી ૧૦ ટકા વ્યાજના રૂપિયા ૨,૫૦,૦૦ તા. ૧૦-૫-૨૦૨૮ના રોજ લીધા હતા અને યુકો બેન્કના ત્રણ બ્લેન્ડ ચેક સુનીલભાઈની સહીવાળા કિમતીમીનગીરી માટે મેળવી અને માસિક રૂા. ૨૫૦૦૦ વ્યેજ પેટેલ ૧૫ મહિના સુધી કુલ રૂા. ૩,૭૫,૦૦૦ભરી દીધા બળજબરીથી કઢાવી લીધા હોવા છતાં નિરમાબેન ભુરીયા તથા તેમના ઘરના સભ્યોને વિશ્વાસમાં લઈ તેઓના ચેકોમાં ખોટી રકમ લખી ચેક બાઉન્સ કરાવડાવી વ્યાજના રૂપિયા બાકી છે તેમ કહી વ્યાજના વધુ રૂપિયા વસુલી લેવા માટે નિરમાબેનને વ્યાજખોર વિરલ ચંદ્રવદન કંથારીયા તથા હિરલ ઉર્ફે ભુરીયો ચંદ્રવર્ધન કંથારીયાએ ગાળો આપી માર મારવાની ધમકીઓ આપી બ્લેન્ક ચેક લઈ ખોટી રકમ ભરી ખોટી રકમવાળો ચેક બેન્કમાં રજુ કરી ચેક બાઉન્સ કરાવડાવવા છેતરપીંડી કરી છે.

આ મામલે નિરમાબેન સુનીલભાઈ ભુરીયાએ દાહોદ બી. ડીવીઝન પોલિસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદને આધારે પોલીસે દાહોદ ગોધરા રોડ પ્રેમનગરમાં રહેતા વિરલ ચંદ્રવદન કંથારીયા તથા તેના ભાઈ હિરલ ઉર્ફે ભુરીયો ચંદ્રવર્ધન કંથારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૮૪, ૫૦૪, ૫૦૬, ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જ્યારે વ્યાજખોરીના બીજા બનાવમાં દાહોદ, પોલિસ લાઈન રોડની બાજુમાં સીંધી સોસાયટીમાં રહેતા ૪૬ વર્ષીય મમતાબેન હીરાલાલ ગુલાબરાય મનસુખાની(સિંધી)ના પતિએ તા. ૧૫-૬-૨૦૧૭ના રોજ દાહોદ અભિલાયા હોટલ પાસે ગારખાયા ખાતે રહેતા અજયભાઈ બાબુભાઈ ભોઈ પાસેથી ૫ ટકાના વ્યાજે રૂપિયા ૫ લાખ લીધા હતા અને દાહોદ, ગોધરારોડ, સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા કિરણ ઉર્ફે લાલો જગદીશચંદ્ર પંચાલ પાસેથી તા. ૧૬-૩-૨૦૧૮ના રોજ પ ટકાના વ્યાજે રૂપિયા ૧૫ લાખ લીધા હતા. જે વ્યાજ સહીતના નાણા આપી દીધેલ હોવા છતાં મમતાબેન સીંધીના પતિ હીરાલાલ ગુલાબરાય મનસુખાની પાસેથી વધારે પૈસા કઢાવવા ગાળો આપી મારમારવાની ધમકીઓ આપી રહ્યા છે.

આ સંબંધે મમતાબેન હિરાલાલ મનસુખાનીએ ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ દાહોદ એ ડીવીઝન પોલિસ સ્ટેશને નોંધાવતા પોલિસે આ સંદર્ભે દાહોદ ગારખાયાના અજયભાઈ બાબુભાઈ ભોઈ તથા સિધ્ધેશ્વરી સોસાયટી ગોધરારોડના કિરણ ઉર્ફે લાલો જગદીશચંદ્ર પંચાલ વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬, ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમ કલમ ૪૦,૪૨(બ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.