ઉતરાયણના તહેવાર પહેલા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરી કહેલ ઇસમને કુલ-૬૯ નંગ ટેલરો કિંમત-૩૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
(રચનાત્મક ચિત્ર)
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદ નાઓ તરફથી દાહોદ ટાઉન એ વિસ્તારમાં ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ તુક્કલનું ગેરકાયદેસર વેચતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠિયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર સી.આર.દેસાઇ તથા બીજા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના આ.પો.કો જયદિપભાઇ સુરેશભાઇ બ નં. ૧૨૪ નાઓની ખાનગી બાતમી હકીકત આધારે આરોપી રામકુમાર શ્રીચંદભાઇ જાતે બચ્ચાણી રહે.દાહોદ ગોધરા રોડ પાયલ કંગન સ્ટોરની ગલીમાં તા.જી.દાહોદ નાઓની કરીયાણાની દુકાનમાંથી ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના ટેલરો નંગ.૬૯ કિં.રૂ.૩૮,૦૦૦/- ગણી શકાય તે મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી સદરી આરોપીને અટક કરી તેના વિરૂધ્ધમાં મહેરબાન જીલ્લા કલેકટર સાહેબ દાહોદ નાઓના જાહેરનામાના ભંગ મુજબ ઇ.પી.કો કલમ.૧૮૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરી છે . કે.એન.લાઠિયા પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.દેસાઇ પો.સ.,ઇરૂપસીંહ બુધાભાઈ,
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
એ.એસ.આઇ બ.નં ૭૮૨,રૂપસીંહ બુધાભાઈ એ.એસ.આઇ બ.નં ૭૮૨,જયદીપભાઈ સુરેશભાઈ આ.પો.કો બ.નં ૧૨૪,,કનુભાઈ મોહનભાઈ અ.પો.કો બ.નં ૧૨૭૨,અજયભાઈ મથુરભાઇ આ.પો.કો બ.નં ૨૬૪,અનિલભાઇ રાજુભાઇ આ.પો.કો બ નં.૩૭ ટીમ બનાવી રેડ પાડી સરાહનીય કામગીરી કરેલ છે