બનાસકાંઠા જીલ્લાના ડીસા ને અડીને આવેલ જુનાડીસા ગામે રહેતા મહેન્દ્ર સોની શ્રી રામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. જેઓ પોતાની દીકરીના લગ્ન હોવાથી સગા સંબંધીઓ પાસેથી રૂપીયા લાવ્યા હતા અને દીકરીના લગ્નની ખરીદીની તૈયારીયોકરી રહ્યા હતા. ત્યારે મહેન્દ્રભાઈ એ પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે સમયે સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અજાણ્યા 5 શખ્સો તેમના ઘરે આવ્યા હતા. અને પોતાની ઇન્કમટેક્સના અધિકારી તરીકેની ઓળખ આપી આઇડેન્ટિ કાર્ડ બતાવી તેમની પાસે જે કંઈ પણ દાગીના અને રોકડ હોય તે બિલ સાથે રજૂ કરવાનું કહી ટોળકીએ સોની પરિવારને ડરાવ્યો હતો. અચાનક ઇન્કમટેક્સના અધિકારીઓની રેડથી ડરી ગયેલા પરિવારે તરત જ તેમના ઘરમાં પડેલા ચાંદી અને રોકડ સહિત 4.35 લાખ રૂપિયા તેમને સોંપી દીધા હતા. ત્યારબાદ નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલી ટોળકી તેમની પાસેથી દાગીના અને રોકડ લઈ મહેન્દ્રને પાલનપુર ઇન્કમટેક્સની ઓફિસે આવી બિલ બતાવી તેમનો સામાન પરત લઈ જવા જણાવી તે સખ્સો ત્યાથી ચાલ્યા ગયા હતા. જ્યારે બીજા દિવસે મહેન્દ્રભાઈ સોની પાલનપુર ખાતે આવેલી ઇન્કમટેક્સની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમના ઘરે આવેલા શખ્સો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા જ તેમને તરત ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાને પગલે પોલીસે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલા 5 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লিবিয়াত বিধ্বংসী বানপানীয়ে বিধ্বংসী ৰূপ ধাৰণ কৰাৰ পিছত ৬০০০ৰো অধিক লোকৰ মৃত্যু, ৩০০০ৰো অধিক লোক স্থানচ্যুত
বুধবাৰে চিএনএনৰ বাতৰি অনুসৰি সমগ্ৰ লিবিয়াত হোৱা প্ৰচণ্ড বানপানীৰ ফলত ৬০০০ৰো অধিক লোকে প্ৰাণ...
ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી કર્યો આપઘાત
ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા...
एक चम्मच रोज़ - हड्डियों की कमज़ोरी, थकान, कैल्शियम की कमी कभी नहीं होगी | हड्डियों का दर्द दूर करें
एक चम्मच रोज़ - हड्डियों की कमज़ोरी, थकान, कैल्शियम की कमी कभी नहीं होगी | हड्डियों का दर्द दूर करें
‘योगी गढ़’ में सपा ने उतारा 12वीं पास प्रत्याशी, कई हार के बावजूद अखिलेश ने काजल पर इसलिए जताया भरोसा
काजल निषाद के राजनीतिक सफर की बात करें तो वह वर्ष 2012 के विधानसभा चुनाव कांग्रेस के टिकट पर...
બનાસકાંઠા: સરહદી પંથક સુઈગામમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન | Banaskantha News | Varsad na Samachar
બનાસકાંઠા: સરહદી પંથક સુઈગામમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન | Banaskantha News | Varsad na Samachar