વર્ષ ૨૦૧૭માં કાલોલ ની કાશીમાબાદ સોસાયટી પાસે પાયલોટ હોટલના સંચાલકો દ્વારા પોતાની હોટલમાં વપરાતા લાકડા તથા હોટલ નો કચરો ફરિયાદીના હિન્દુસ્તાન ઑટો ગેરેજ નામના કેબીન પાસે નાંખતા તમારી હોટલનો કચરો મારા કેબીન તરફ કેમ નાખો છો તેમ ફરિયાદી વસીમભાઈ ઈદ્રીસ જુજારા દ્વારા કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ફારુક ઈસ્માઈલ દાઉદ, અશરફ સલીમ ઘાંચી, હારૂન ઈસ્માઈલ દાઉદ અને મહમદ ઈસ્માઈલ દાઉદ દ્વારા ગાળો બોલી ફારુકે પાઈપ જેવું મારેલ જે જમણા હાથે વાગેલ હારુને ગદ્દડા પાટુનો માર માર્યો અને કાર નો કાચ પાવડા વડે ફારુકે તોડ્યા હોવાની જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું વિગતે ફરિયાદ નોંધાવી હતી જે બાદ ફારુક ઈસ્માઈલ દાઉદ, અસફાક ફારુક ઈસ્માઈલ દાઉદ, સાયરાબાનું ફારુક ઈસ્માઈલ દાઉદ સામે પણ ગદ્દડા પાટુનો માર માર્યો અને ફરિયાદીને જમણા હાથ નાપંજાના ભાગે ઈજાઓ પહોંચાડી હોવાનું જણાવેલ બન્ને કેસ કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ ની કોર્ટ મા ચાલી જતા આરોપી તરફે એડવોકેટ પી એમ શેખ હાજર થયા હતા અને મહત્વની હકીકત ઊલટ તપાસમાં બહાર આવી હતી કે ફરીયાદી અને આરોપીઓ વચ્ચે જમીનની તકરાર ચાલતી હતી અને સામ સામે કેસ કરેલ હોવાનું બહાર આવ્યું હતુ. ઈજાગ્રસ્ત ની સારવાર કરનાર ડોક્ટર ની ઉલટ તપાસમાં ઈજાગ્રસ્ત પોલીસ યાદી વગર સારવાર માટે આવ્યા હોવાનુ તેમજ દર્દીને કોણે કયા સાધનથી ઈજા કરેલી, કેટલા સમય પહેલા કરેલી તે હિસ્ટ્રી માં બતાવેલ નથી તેવી હકીકત ખુલી હતી. કાચ તોડયાનુ કોઈ પંચનામું કર્યું નથી અન્ય કોઈ સ્વતંત્ર સાહેદ પણ નથી પણ ફરીયાદ પક્ષના ઘરના જ સભ્યો જેઓ ગોધરા રહે છે તે સાહેદ તરીકે છે, બનાવવના દિવસે કોઈ ગાળાગાળી, મારામારી થઈ નથી. ફરિયાદ લેટ કરવા નો કોઈ ખુલાસો નથી પંચો હોસ્ટાઇલ થયા છે,આરોપી તરફે એડવોકેટ પી એમ શેખની દલીલો આધારે કાલોલ ના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ દ્વારા ફરિયાદ પક્ષ આરોપીઓ એ તેમના ગેરકાયદેસર કૃત્ય ને કારણે નુકશાન કર્યુ હોવાનું પુરવાર કરી શકેલ ના હોય બન્ને કેસના તમામ આરોપીઓ ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.