બનાસકાંઠા જીલ્લાના ડીસા ને અડીને આવેલ જુનાડીસા ગામે રહેતા મહેન્દ્ર સોની શ્રી રામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. જેઓ પોતાની દીકરીના લગ્ન હોવાથી સગા સંબંધીઓ પાસેથી રૂપીયા લાવ્યા હતા અને દીકરીના લગ્નની ખરીદીની તૈયારીયોકરી રહ્યા હતા. ત્યારે મહેન્દ્રભાઈ એ પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે સમયે સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અજાણ્યા 5 શખ્સો તેમના ઘરે આવ્યા હતા. અને પોતાની ઇન્કમટેક્સના અધિકારી તરીકેની ઓળખ આપી આઇડેન્ટિ કાર્ડ બતાવી તેમની પાસે જે કંઈ પણ દાગીના અને રોકડ હોય તે બિલ સાથે રજૂ કરવાનું કહી ટોળકીએ સોની પરિવારને ડરાવ્યો હતો. અચાનક ઇન્કમટેક્સના અધિકારીઓની રેડથી ડરી ગયેલા પરિવારે તરત જ તેમના ઘરમાં પડેલા ચાંદી અને રોકડ સહિત 4.35 લાખ રૂપિયા તેમને સોંપી દીધા હતા. ત્યારબાદ નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલી ટોળકી તેમની પાસેથી દાગીના અને રોકડ લઈ મહેન્દ્રને પાલનપુર ઇન્કમટેક્સની ઓફિસે આવી બિલ બતાવી તેમનો સામાન પરત લઈ જવા જણાવી તે સખ્સો ત્યાથી ચાલ્યા ગયા હતા. જ્યારે બીજા દિવસે મહેન્દ્રભાઈ સોની પાલનપુર ખાતે આવેલી ઇન્કમટેક્સની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમના ઘરે આવેલા શખ્સો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા જ તેમને તરત ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાને પગલે પોલીસે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલા 5 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dr. Sunitha Rana Agarwal tells about the "Age Related Cerebral Atrophy".
January 17, 2024
Today Dr. Agarwal Hospitals Gene Research Foundation's Medical Director Dr....
VASAVI JNANA PEETHA FIRST GRAND COLLEGE INTER COLLEGE SPORTS MEET 2023 PRIZE DISTRIBUTION CEREMONY
VASAVI JNANA PEETHA FIRST GRAND COLLEGE INTER COLLEGE SPORTS MEET 2023 PRIZE DISTRIBUTION CEREMONY
Yamuna Flood: यमुना का जलस्तर तो हुआ कम, लेकिन दिल्ली वासियों पर आफत का अंबार अभी जारी | Rain Alert
Yamuna Flood: यमुना का जलस्तर तो हुआ कम, लेकिन दिल्ली वासियों पर आफत का अंबार अभी जारी | Rain Alert
নাৰায়ণপুৰত পীযুষ হাজৰিকাৰ ৰণনীতি
লখিমপুৰ জিলাৰ অন্তৰ্গত দেউৰী স্বায়ত্ত শাসিত পৰিষদৰ আঠটা সমষ্টিত আজিৰে পৰা ৬ নৱেম্বৰলৈকে থাকি...