ગતરોજ દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પહેલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગ સુશોભન કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગણિત વિજ્ઞાન પર્યાવરણને લગતા વિવિધ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ નાના બાળકોએ વિવિધ મકાનો તેમજ માટીના રમકડાઓ રજુ કર્યા હતા. ત્યારબાદ પ્રદર્શન નિહાળ્યા બાદ આવેલ મહેમાનનું સાલ ઓઢાડી સન્માન તેમજ પ્રથમ પાંચ નંબરે આવેલ કૃતિઓના વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં સી.આર.સી શ્રી કરસનભાઈ પઢાર, જતીનભાઈ પંડ્યા, હિતેશભાઈ રાઠોડ, અમૃતભાઈ ભાટી,અશ્વિનભાઈ ભાટી, પિયુષ ભાઈ મોદી, જામાભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખશ્રી ડાયાભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી હેતલબેન ઠક્કર તેમજ સમગ્ર સ્ટાફગણ, વિદ્યાર્થીઓ સહિત શાળાના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શામળભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં પ્રમુખશ્રીએ તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકો, સમગ્ર સ્ટાફગણને કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા......