સૌરાષ્ટ્ર પટેલ સમાજ આદિપુર-અંજારનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. ગાંધીધામના અંબાજી મંદિરના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ આદિપુર-અંજારના પ્રમુખ ગોરધનભાઈ પાડલીયા, ઉપપ્રમુખ ત્રિભોવનભાઈ' બાવરવા, મંત્રી જયંતિલાલ મેરજા, સૌરાષ્ટ્ર પટેલ સમાજ અંજારના પ્રમુખ જેન્તીભાઈ' ખાનપરા, ઉપપ્રમુખ' અરવિંદભાઈ પાડલીયા, મંત્રી મહેન્દ્રભાઈ ભડાણીયા સહિતનાની ઉપસ્થિતીમાં દિપપ્રાગટય કરાયુ હતું. સાંસ્કૃતિક' સમારંભમાં જ્ઞાતિના બાળકો, બહેનો અને ભાઈઓએ વિવિધ કૃતિઓ' પ્રસ્તુત કરી હતી. નિવૃત ડી.ડી.ઓ. સી.જે. પટેલે સમાજને સંગઠીત થઈ એક થવા ટકોર કરી હતી.
અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સેવા આપતા કાન્તીભાઈ કાસુન્દ્રાએઁ નિસ્વાર્થ ભાવની સેવા માટે આગળ' આવવા અપીલ કરી હતી.
મોટેવેશનલ' વકતા નેહલબેન ગઢવીએ સમાજમાં કુરિવાજો અને દેખાદેખી જેવી કુપ્રથાને મુકીને આગળ વધવા જણાવ્યુ હતું. આ પ્રસંગે પૂર્વ પી.જી.વી.સી.એલ.ના સુપ્રિટેન્ડેન્ટ ભરતભાઈ જાલાવાડીયા, આર.ટી.ઓ. અધિકારી પરેશભાઈ સુરેજા, ડો. પરેશભાઈ દેત્રોજા તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારાઓનું અભિવાદન કરાયુ હતું. સંચાલન જીગ્નેશભાઈ સુરાણી, સ્મિત ખાનપરા, મહેશભાઈ બાવરવા, જીગ્નાશાબેન' વામજા, જાનકીબેન વામજાએ કર્યું હતું. આયોજનમાં પીયુશભાઈ પાડલીયા, હરિભાઈ નંદાસણા, કપીલભાઈ ખાનપરા, આશીષભાઈ પાડલીયા, સંદિપભાઈ બાવરવા, સંજયભાઈ મલ્લી, ધર્મેશભાઈ દેત્રોજા' વિગેરેએ સહકાર આપ્યો હતો.' '