કતારગામ પોલીસે ઉત્કલ નગર માંથી 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કતારગામ પોલીસે ઉત્કલ નગર માંથી 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે એક આરોપી વોન્ટેડ

 સૂત્રો માટે થી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામ પોલીસને અંગત બાતમી દાર રાહે બાતમી હકીકત મળેલ હોય કે ઉત્કલ નગર ઝૂપડપટ્ટીમાં બંધ પડી રહેલી ખોલીઓ પૈકી બીલપડા ગલીમાં છેલ્લેથી ચોથી ખોલીની અંદર તથા તેની પાછળની ખોલીની બંને દીવાલોની વચ્ચે પતરાની આડમાં બનાવેલા ચોર ખાનામાં કેટલાક ઇસમો દ્વારા ગાંજા નો જથ્થો છુપાવવામાં આવી રહયો છે.

 જે બાતમી મળતા ની સાથે જ કતારગામ પોલીસે તેના સ્ટાફને બાતમીથી વાકેફ કરી બાતમી વાળી જગ્યા પર જઈને રેડ કરતા બાતમી વાળી જગ્યા પર બે ઇસમો હાજરમાં મળી આવેલ હોય જેઓને કોડન કરી તેઓનું નામ પૂછી તપાસ કરતા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવેલ હોય જે ગાંજા બાબતે પૂછપરછ કરવામાં આવતા સંતોષકારક કે જવાબ આપેલ ન હોય. જ્યારે વધુ પૂછપરછ કરતા અન્ય એક ઈસમનું નામ ખુલેલ હોય જે ગાંજાનો જથ્થો પૂરો પાડતો હોય છે,જેને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ઝઘડો ગતિમાન કરવામાં આવ્યા

કતારગામ પોલીસે 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા 30.58 લાખ, આંગઝડતી માં બે મોબાઈલ તેમજ રોકડ રૂપિયા 5280 મળી કુલ 30.81 લાખની મત્તા કબજે કરી આગળ ની વધુ તપાસ હાથ ધરી